<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

પંચકોશી "એ" ડીવીઝન પોલીસ સ્ટેશન જામનગર દ્વારા "તેરા તુજકો અર્પણ" અંતર્ગત વારાણસીથી ફરવા આવેલ વ્યક્તિને કપડાં અને દાગીના સાથેની બેગ પરત સોંપાઈ

પંચ એ ડીવી પોલીસ સ્ટેશનના ૧૧૨ જનરક્ષક ટીમ દ્રારા હાપા રેલ્વેસ્ટેશન નજીકના સી.સી.ટી.વી. કેમરા જોઇ રીક્ષાનો નંબર મેળવી બેગને મેળવી પરત અપાઈ

જામનગર :પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ રેન્જ નિર્લિપ્ત રાય (IPS) તથા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જીલ્લા ક્રાઈમ કોન્ફરન્સ અનુસંધાને સુચના આપેલ હોય જેથી નાયબ પોલીસ અધીક્ષક પિયુષ વાંદા ઇ.ચા. જામનગર ગ્રામ્ય વિભાગ જામનગર તથા પંચ એ ડીવી. પો.સ્ટેના પો.ઇન્સ.આઈ.એ.ઘાસુરા તથા પંચ એ ડીવી. પોલીસ સ્ટેશનના ૧૧૨ જન રક્ષક ટીમ દ્રારા

"તેરા તુજકો અર્પણ"  અંતર્ગત એક વ્યક્તિને કપડાં અને દાગીના સાથેની બેગ પરત સોંપાઈ હતી 

  જામનગર ખાતે વારાણસી થી ફરવા આવેલ અને પરત વારણસી જતી વખતે હાપા રેલ્વસ્ટેશન જતા એ દરમ્યાન રીક્ષામા ઉપર રાખેલ બેગ ભુલી જતા પંચ એ ડીવી. પોલીસ સ્ટેશના ૧૧૨ જન રક્ષક ના ઇન્ચાર્જ પો.હેડ કોન્સ.ધર્મેન્દ્રસિંહ લખુભા કંચવા તથા પો.કોન્સ બ્રિજેશભાઇકરગીયા તથા પંચ એ ડીવી પોલીસ સ્ટેશનના ૧૧૨ જનરક્ષક ટીમ દ્રારા હાપા રેલ્વેસ્ટેશન નજીકના સી.સી.ટી.વી. કેમરા જોઇ રીક્ષાનો નંબર મેળવી વિશ્વનાથન ત્રીવેદી (રહે. વારાણસી ઉત્તરપ્રદેશ વાળા) ના કપડા તથા દર દાગીના ભરેલ બેગ આશરે કિ.રૂ. ૧૫,૦૦૦/- નુ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત આપવામા આવેલ છે અરજદાર  વિશ્વનાથન ત્રીવેદી રહે. વારાણસી ઉત્તરપ્રદેશ (કપડા તથા દર દાગીના ભરેલ બેગ આશરે કિ.રૂ. ૧૫,૦૦૦/-) હતા 

(9:19 PM IST)