તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Friday, 17th July 2026
કચ્છના સિરક્રિક વિસ્તારમાં ફરી પાકિસ્તાની બોટ ઝડપાઈ: BSFના પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી : સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરી
દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક : બોટનો ઉપયોગ કયા હેતુ માટે થયો ? તે અંગે તપાસ ચાલુ : કોઈ શંકાસ્પદ સામગ્રી કે વ્યક્તિ મળી નથી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ : ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા કચ્છના સિરક્રિક વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓએ ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે. BSFની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે.
સરહદી વિસ્તારમાં રાબેતા મુજબનું પેટ્રોલિંગ કરી રહેલી BSFના જવાનોને દરિયામાં એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી. તાત્કાલિક કાર્યવાહી કરીને જવાનોએ બોટને કબજે કરી લીધી હતી.
બોટ ઝડપાયા બાદ તરત જ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
હાલ એજન્સીઓ માટે સૌથી મોટો સવાલ એ છે કે આ બોટનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવ્યો હતો.તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. બોટમાંથી કોઈ દસ્તાવેજ, GPS કે અન્ય પુરાવા મળે છે કે કેમ તે ચેક કરવામાં આવી રહ્યું છે.
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, બોટની તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ સામગ્રી કે કોઈ વ્યક્તિઓ મળ્યા નથી. બોટ ખાલી હાલતમાં મળી આવી હતી.
આ ઘટના બાદ દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે. BSF, કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસ દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સમગ્ર સિરક્રિક ક્રીક વિસ્તારમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે સિરક્રિક વિસ્તાર સંવેદનશીલ હોવાના કારણે અવારનવાર અહીંથી પાકિસ્તાની બોટ ઘુસણખોરીના પ્રયાસ કરે છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
