News of Wednesday, 22nd April 2026
પદમશ્રી પૂ.આ.ચંદનાબાઇ મ.સ. કાળધર્મ પામ્યા : શુક્રવારે પાલખીયાત્રા
પૂ.શ્રીએ વિરાયતની સ્થાપના કરેલઃ જેમાં શિક્ષણ - આરોગ્ય - સાધના ક્ષેત્રે કાર્યરત હતા કચ્છમાં ભુકંપ બાદ નવસર્જનમાં મહત્વનું યોગદાન : ૯૦ વર્ષની વયે પુનામાં દેહપરિવર્તન : જૈન સમાજમાં પૂ.શ્રી આચાર્ય પદવી મેળવનાર પ્રથમ સાધ્વીજી હતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૨: કચ્છમાં ભૂકંપ પછી નવસર્જનમાં મહત્વનુ યોગદાન આપનાર કચ્છની વિરાયતના ‘પદમશ્રી‘ આચાર્યા પૂ. ચંદનાબાઇ મહાસતીજી આજે બુધવારે સવારે ૧૧:૨૦ વાગ્યે કાળધર્મ પામ્યા છે.
હૃદય રોગના કારણે આજે આચાર્યા પૂ.ચંદનાબાઇ મહાસતીજી ૯૦ વર્ષની વયે કાળધર્મ પામ્યા છે. તેમની પાલખીયાત્રા તા.૨૪ને શુક્રવારે પુનામાં નીકળશે.
આચાર્યા પૂ.ચંદનાબાઇ મહાસતીજી એ બિહારમાં સમેતશિખરની સંસ્થાના માધ્યમથી બિહાર રાજયમાં ગ્રામ્ય તથા આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ સહિત અનેક સેવાકાર્યો કર્યા હતા.
આ ઉપરાંત કચ્છમાં ૨૦૦૧માં આવેલા ભૂકંપ પછી આચાર્યા પૂ. ચંદનાબાઇ મહાસતીજીએ કચ્છનાં નવસર્જનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કચ્છના માંડવી રોડ ઉપર આસંબીયામાં વિરાયતન વિદ્યાપીઠ, તથા ભુજની બાજુમાં રૂદ્રમાતા માં શિક્ષણ સંસ્થાના માધ્યમથી બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહયો છે.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
