News of Saturday, 10th October 2026
ધોરાજીમાં દુધાળા પશુ વધુ દુધ આપે તે માટેના 'ઓકસીટોસીન'ના ઇન્જેકશન રાખવા બદલ ગુનો
ર૦રપમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડયો હતો પોલીસે ર.૮પ લાખનો જથ્થો કબ્જે કરી સેમ્પલ પૃથ્થકરણ માટે મોકલતા 'ઓકસીટોસીન'ની હાજરી મળી આવતા ફરીયાદ નોંધાઇ

રાજકોટ તા.૧૦: ધોરાજીના બહારપુરા નદી બજારમાં એક વર્ષ પહેલા રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી દુધાળા પશુઓ વધુ દુધ આપે તે માટેના સફેદ પ્રવાહી ભરેલા રૂ.૨.૮૫ લાખના શંકાસ્પદ ઇન્જેકશનોનો જથ્થો કબ્જે કરી પૃથ્થકરણ માટે નમુનો મોકલાયો હતો. જેમાં ઓકસીટોસીનની હાજરી હોવાનો અભિપ્રાય આવતા ધોરાજી પોલીસે ફયાઝ આરીફભાઇ વાલોરીયા (ઉ.વ.૫૦ રહે.ધોરાજી બહારપુરા નદી બજાર)ની સામે ગુનો દાખલ કર્યો હતો.
રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ગઇ તા.૨૧/૧/૨૫ના આરોપી ફયાઝના મકાનમાં બાતમીના આધારે દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી એક રૂમમાં નાના સ્ટોર રૂમમાંથી સફેદ પ્રવાહી ભરેલી નાની બોટલો (ઇન્જેકશનો)નો જથ્થો મળી આવ્યો હતો. પૂછતાછમાં આરોપી પાસે આધાર પુરાવા કે બીલ નહી હોવાનું ખૂલતા પોલીસે દુધાળા પશુઓ વધુ દુધ આપે તે માટેના સફેદ પ્રવાહી ભરેલ રૂ.૨.૮૫ લાખની કિંમતના ૧૬૫૯ બોકસ કબ્જે કરી નમુનો લઇ પૃથ્થકરણ માટે મોકલી ધોરાજી સીટી પોલીસને જાણ કરી હતી. દરમિયાન એફએસએલમાંથી આ ઇન્જેકશનોમાં ઓકસીટોસીનની હાજરી મળી આવી હોવાનો અભીપ્રાય આવતા ધોરાજી સીટી પોલીસે હેડ કોન્સ.નારણભાઇ પંપાણીયાની ફરીયાદ પરથી ફયાઝ વાલોરીયા સામે પ્રાણી ક્રુરતા અધિનિયમ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
