News of Thursday, 15th October 2026
જામજોધપુરની ખાનગી બેંક દ્વારા કલોઝર લેટર ન આપતા રોષ

(ઝીલ વ્યાસ દ્વારા) જામજોધપુર તા. ૧પ :.. જામજોધપુરમાં આવેલી એક ખાનગી બેંકમાંથી કોઇ ધરાકે લોન લીધી હોય અને સમયસર પુરી કરી દીધી હોય તેમ છતાં બેંકના સત્તાવાળાઓ દ્વારા તેમને કલોઝર લેટર આપવા માટે ધકકા ખવડાવવામાં આવે છે. અને બેંકના સ્ટાફ દ્વારા પણ ગ્રાહકો સાથે અસહકારભર્યુ વર્તન કરવામાં આવી રહ્યાની ફરિયાદો ઉઠવા પામી છે.
બેંકના અધિકારીઓ શા માટે ડોકયુમેન્ટ તાત્કાલીક આપતા નથી. તે બાબતે તપાસ થવી જરૂરી છે. બેંકના આવા વલણને કારણે બેંકના ખાતેદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાનગી બેંકો સરકારી બેંકો સાથે હરિફાઇ કરી રહી છે. તેવા સમયે જ ખાનગી બેંકના અમુક કર્મચારીઓને કારણે બેંકની શાખાને ધકકો પહોંચી રહ્યો છે. ત્યારે બેંકના મેનેજમેન્ટ દ્વારા આા કર્મચારીઓ સામે પગલા લેવા જરૂરી છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
