તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
ખંભાળીયાના દાત્રાણમાં પરપ્રાંતિય ભાઇ-બહેનના ડુબી જતા મોતથી અરેરાટી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ તા.૧પ, મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના ખેડા ફલિયા ગામના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે રહેતા દેવશીભાઈ ગોગનભાઈ ચાવડા નામના એક આસામીની વાડીમાં રહી અને મજૂરી કામ કરતા થાનસિંહ ચીતુભાઈ ભીંડે નામના ૩૨ વર્ષના એક યુવાનની સાત વર્ષની પુત્રી વૈશાલી તથા તેણીનો ચાર વર્ષનો ભાઈ વિકેશ થાનસિંહ ભીંડે નામના બે ભાઈ બહેન તથા થાનસિંહ ભીંડેના સાળાની બે વર્ષની પુત્રી કવિતા સાથે ગઈકાલે મંગળવારે સાંજના સમયે આ જ ગામમાં આવેલા એક ખેતરની બાજુમાં રહેલા ખારીવાળા તળાવ નજીક રમતા રમતા અકસ્માતે પાણીમાં ખાબકયા હતા.
આ પછી વૈશાલી તથા તેના ભાઈ વિકેશના તળાવના પાણીમાં ડૂબી જવાના કારણે કરુણ મળત્યુ નિપજ્યા હતા. જ્યારે મળતકના મામાની દીકરી એવી બે વર્ષીય કવિતાને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
આ બનાવે અંગે મળતક બાળકોના પિતા થાનસિંહ ચીતુભાઈ ભીંડેએ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર જાણ કરી છે. આ બંને બાળકોના મળત્યના અહીંની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા. માસુમ બાળકોના અપમળત્યુના આ બનાવે મળતકના પરિવારજનોમાં ભારે આક્રંદ સાથે નાના એવા દાત્રાણા ગામમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
