તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
કંડલા બંદર સહિત અન્ય મહત્વના બંદરો પર લગાવાયું 3 નંબરની સિગ્નલ :માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના
રિયામાં સર્જાયેલી અસ્થિર સ્થિતિ અને સંભવિત ખતરાને જોતા વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત મોનિટરિંગ

ગુજરાત પર સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં તકેદારીના ભાગરૂપે ૩ નંબરનું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે. કંડલા બંદર સહિત રાજ્યના અન્ય મહત્વના બંદરો પર પણ આ સિગ્નલ લાગુ કરી દેવામાં આવ્યું છે. દરિયામાં સર્જાયેલી અસ્થિર સ્થિતિ અને સંભવિત ખતરાને જોતા વહીવટી તંત્રએ માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવાની કડક તાકીદ કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને માછીમારોને સુરક્ષિત સ્થાને રહેવા અને તમામ સલામતીના નિયમોનું પાલન કરવા જણાવાયું છે.
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
