<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

અમરેલી જિલ્લામાં એકમાત્ર રાવણ દહનનું આયોજનઃ કોવાયા નજીક અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ દ્વારા ભવ્‍ય રાવણ દહન

અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ કંપની દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી રાવણ દહનની પરંપરા; આતશબાજી અને ડ્રોનના આકાશી નજારાએ ઉપસ્‍થિત લોકોને મંત્રમુગ્‍ધ કર્યા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૧ :.. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક આવેલી અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ કંપની દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કંપની દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી રાવણ દહનની પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ વર્ષે પણ ભવ્‍ય આયોજન સાથે રાવણ દહન કરવામાં આવ્‍યું હતું.

ઉલ્લેખનીય છે કે સમગ્ર અમરેલી જિલ્લામાં રાવણ દહનના આયોજનમાં આ કાર્યક્રમને વિશેષ સ્‍થાન મળ્‍યું હતું.

અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ કંપની દ્વારા આ કાર્યક્રમનું આયોજન ખુલ્લા મેદાનમાં કરવામાં આવે છે, જેથી કોઈપણ વ્‍યક્‍તિને જાનહાનિ કે મિલકતને નુકસાન ન થાય અને કાર્યક્રમ સુરક્ષિત રીતે સંપન્ન થાય.

આ પ્રસંગે કંપનીના મુખ્‍ય અધિકારીઓ સહિત અન્‍ય અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જેમાં સંભવ શ્રીવાસ્‍તવ, યુનિટ હેડ પ્રશાંત ત્રિપાઠી, વાઇસ પ્રેસિડેન્‍ટ, ડો. મુસાભાઈ નાયા, જનરલ સેક્રેટરી ક્‍લબ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

આમ, કોવાયા નજીક અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ કંપની દ્વારા આયોજિત રાવણ દહનનો કાર્યક્રમ પરંપરા, ઉત્‍સાહ અને ભવ્‍ય આતશબાજી સાથે સંપન્ન થયો હતો

(12:37 PM IST)