તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
ગોંડલમાં સોનાના દાગીના બનાવી આપવાના બહાને દોઢ લાખની ઠગાઇ
ગોંડલના મેરૂભાઇ માંગરીયાએ આપેલ જુનું સોનાના બદલે બનાવવા આપેલા દાગીના કે રકમ પરત ન આપીઃ પિતા-પુત્ર સામે ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૬: ગોંડલ જામવાડીમાં રહેતાં મેરૂભાઇ ભુરાભાઇ માંગરીયા (ઉ.વ. રપ) પાસેથી મોટી બજારમાં આવેલ જય અંબે જવેલર્સના માલીક પ્રવિણ ગોકળભાઇ સીમેજીયા અને તેના પુત્ર પરાગે રૂા. ૧.પ૪ લાખનું જુનું સોનું અને ચાંદી લઇ તેના બદલે નવા દાગીના બનાવવાનું કહી દાગીના કે રૂપિયા નહિં આપી વિશ્વાસઘાત કર્યાની ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
મેરૂભાઇએ પોલીસને જણાવ્યું કે, ગઇ તા. ર૪-૪નાં તેને તેના પત્ની માટે દાગીના બનાવવા હોવાથી તે પત્નિ સાથે આરોપીની દુકાને સોનું પાસ કરવા ગયા હતા. જયાં બંને પિતા-પુત્ર હાજર હતા. તેણે રૂા. ર.૧૬ લાખની કિંમતનાં સોનાનો ચેઇન, એક જોડી બુટી અને પેન્ડન્ટ બનાવવાનું નકિક કરી બદલામાં તેના માતાના જુના દાગીના બે સોનાની બૂટી, બે ચાંદીાના સાંકળા, બે સોનાના પેન્ડન્ટ તેને આપ્યા હતા.
આ બધાની કિંમત રૂા. ૯પ હજાર ગણાયા હતા. જયારે ૧૯ હજાર ગુગલપે દ્વારા આપી બાકીના પૈસા ૧પ દિવસ બાદ સોનું તૈયાર કરીને આપે ત્યારે આપવાનું નકિક થયું હતું. પંદિર દિવસ બાદ તે પિતા-પુત્રની દુકાને સોનું લેવા જતાં તેમણે ૪૦ હજાર આપો. તમારૂં સોનું બે-ત્રણ દિવસમાં બનાવીને આપી દઇશ. કહેતા તેને ૪૦ હજાર આપ્યા હતા. આમ તેને કુલ રૂા. ૧.પ૪ લાખ આપ્યા હતા. પરંતુ પિતા-પુત્રએ તેનું સોનું બનાવીને નહિં આપી કે પૈસા પરત નહિં આપી વિશ્વાસઘાત કર્યો હતો.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
