<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

જામનગરનાં મોટી ભલસાણમાં દોઢ, બાલંભામાં ૧ ઇંચ વરસાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૧: જામનગર જીલ્લાનાં જોડીયા તાલુકાનાં બાલંભામાં ૧ ઇંચ, જામનગર જીલ્લાના મોટી ભલસાણમાં દોઢ ઇંચ તથા જાલીયાદેવા, લૈયારા, અલીયાબાડા, જામવંથલી, હરીપરમાં પોણો ઇંચ વરસાદ પડયો છે.

જયારે વસઇ, લાખાબાવળ, મોટી બાણુગાર, ફલ્લા, દરેડ, હરીયાણા, નિકાવા, ખરેડી, ભલસાણ બેરાજા, મોટા પાંચ દેવડા, સમાણા, જામવાડી, પરડવા, પીપરટોડા, પડાણા, ભણગોર, મોટા ખડવા, મોડપરમાં ઝાપટાથી અડધો ઇંચ વરસાદ પડયો છે.

બાજરા સંશોધન કેન્‍દ્ર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૩.ર, મહતમ ૩ર.૩, ભેજ ૮૯ ટકા અને પવનની ઝડપ ૪.૯ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

(12:26 PM IST)