<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

ઘોઘામાં દોઢ, મોરબીમાં સવા ઇંચઃ સોૈરાષ્‍ટ્ર- કચ્‍છમાં ઝાપટા યથાવત

સાર્વત્રિક વરસાદની રાહઃ અનેક વિસ્‍તારોમાં હજુ વાવણીલાયક ધોધમાર વરસાદની જરૂર

રાજકોટ તા.રરઃ રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં સાર્વત્રિક વરસાદની રાહ વચ્‍ચે છૂટોછવાયો વરસાદ પડી રહયો છે.  ભાવનગરના  ઘોઘામાં દોઢ ઇંચ તથા મોરબીમાં સવા ઇંચ વરસાદ પડયો છે. અનેક વિસ્‍તારો હજુ  વાવણી વગર કોરાધાકોડ છે.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી : જુલાઈ મહિના ૨૧ દિવસ વીતવા છતાં મોરબી જિલ્લામાં પૂરતો વરસાદ વરસ્‍યો નથી ત્‍યારે ગઈકાલે સાંજથી મેઘરાજાએ મોરબી જિલ્લામાં મેઘમહેર શરૂ કરતા લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. મોરબીમાં મંગળવારે સવારથી બુધવારે સવારે સુધીમાં ૧૦ મીમી વરસાદ વરસ્‍યા બાદ આજે સવારે છ વાગ્‍યાથી ધોધમાર વરસાદ વરસતા બે કલાકમાં જ વધુ ૩૨ મીમી એટલે કે, સવા ઈંચ જેટલો વરસાદ વરસ્‍યો હતો.અન્‍ય તાલુકાઓમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

મોરબી શહેર જિલ્લામાં મંગળવારે સવારથી હવામાનમાં પલટો આવ્‍યા બાદ ધીમીધારે વરસાદ ચાલુ રહેતા આજે બુધવારે સવારે પુરા થતા ૨૪ કલાક દરમિયાન મોરબીમા ૧૦મીમી, માળિયામાં ૧૨મીમી, હળવદમાં ૧૯મીમી, ટંકારામાં ૨ મીમી અને વાંકાનેરમાં ૪મીમી વરસાદ નોંધાયો હતો.

બીજીતરફ આજે વહેલી સવારે છ વાગ્‍યાથી મેઘરાજાએ મોરબી શહેર તાલુકાના મેઘકળપા વરસાવતા સવારે આઠ વાગ્‍યા સુધીમાં મોરબીમાં ૩૨ મીમી એટલે કે સવા ઇચથી વધુ વરસાદ નોંધાયો હતો.જિલ્લાના અન્‍ય વિસ્‍તારમાં પણ ઘટાટોપ માહોલ વચ્‍ચે ઝરમર વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

કેશોદ

(સંજય દેવાણી દ્વારા) કેશોદઃ છેલ્લા એક સપ્તાહથી ધૂપ-છાવ કેવા વાતાવરણ વચ્‍ચે કેશોદ વિસ્‍તારમાં દરરોજ સમયાંતરે વધતા-ઓછા અંશે વરસાદ વરસી જાય છે. જે આજે વહેલી સવારે પણ માહોલ યથાવત જોવા મળેલ હતો.

જોકે છેલ્લા એક સપ્તાહમાં ઉભું થયેલ વરસાદી વાતાવરણ વચ્‍ચે કોઈ પણ આંકડાકીય રીતેનોંધપાત્ર કહી શકાય તે રીતે મેઘરાજા મન મૂકીને વરસી શકયા નથી. એક અઠવાડિયા મા લગભગ સરેરાશ માત્ર દોઢથી બે ઇંચ જેવો સામાન્‍ય વરસાદ થવા પામેલ છે.

દરમિયાન આજે સવારે પણ આકાશ વાદળ છાયું જણાય રહેલ છે અને ભારે બફારો વર્તાઈ રહ્યો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર શહેર અને જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં  ઘોઘા પંથકમાં સવા ઇંચ વરસાદ વરસી ગયો હતો જ્‍યારે સિહોર અને તળાજામાં પોણા ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો.

ભાવનગર શહેરમાં  ૧૦ મી.મી.વરસાદ નોંધાયો હતો. જ્‍યારે પાલિતાણામાં ૧૧ મી.મી., મહુવામાં ૯ મી.મી., વલભીપુરમાં ૫ મી.મી., ગારિયાધારમાં ૪ મી.મી. અને જેસરમાં ૧મી.મી. વરસાદ નોંધાયો હતો. ભાવનગર શહેર અને જિલ્લામાં કેટલાક સ્‍થળોએ તા.૨૫ જુલાઇને શનિવારથી તા.૨૮ જુલાઇને મંગળવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્‍યારે તા.૨૨ જુલાઇથી ૨૪ જુલાઈ સુધી હળવા વરસાદની આગાહી યથાવત રાખવામાં આવી છે.

અરબી સમુદ્ર તરફથી ભેજવાળા દક્ષિણ-પヘમિ પવનો સક્રિય ભાવનગરમાં  ૧૬ કિલોમીટરની ગતિના પવનો ફૂંકાયા હતા. તેની સાથે મોન્‍સુન ટ્રફ અને સાઈક્‍લોનિક સરકયુલેશનની સિસ્‍ટમ સક્રિય થતા વરસાદ વરસી રહ્યો છે.  ભાવનગર શહેરમાં સતત ધીમી ધારે ૧૦ મી.મી. વરસાદ વરસી ગયો હતો. આ સાથે ભાવનગર શહેરમાં ઠેર ઠેર કાદવ કીચડ ફેલાઈ ગયો છે. જેથી ડ્રાઇવિંગ કરવું મુશ્‍કેલ બની ગયું છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જુનાગઢ તેમજ ગિરનાર સહિતના વિસ્‍તારોમાં સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતો સહિતના લોકોમાં ભારે વરસાદની આશા જન્‍મી છે.

જુનાગઢ સહિત સોરઠમાં ગઈકાલે મેઘરાજાએ ધીમી ધારે વહાલ વરસાવ્‍યું હતું અને આજે પણ સવારથી ધીમીધારે મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યું છે. જુનાગઢ તેમજ આસપાસના વિસ્‍તારોમાં સવારથી હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસી રહ્યા છે. જોરદાર મેઘાવી માહોલ વચ્‍ચે દિવસ દરમિયાન મેઘરાજા ભારે જમાવટ કરે એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

જુનાગઢની સાથે સાથે આજે સવારે ગિરનાર પર્વત પર પણ મેઘ સવારી આવી પહોંચી હતી. સવારની શરૂઆતના ૬ થી ૮ના બે કલાક દરમિયાન ગિરનાર પર્વત પર ૧૬ મીમી વરસાદ નોંધાયો હતો. અને આ પછી પણ વરસાદી ઝાપટા શરૂ રહેતા પર્વતીય વિસ્‍તારમાં આહલાદક વાતાવરણ જામ્‍યું છે.

જિલ્લાના વંથલી, ભેસાણ અને માળીયાહાટીના વિસ્‍તારમાં પણ સવારથી મેઘરાજાએ ધીમીધારે વહાલ વરસાવ્‍યું છે. બીજી તરફ માણાવદર, વિસાવદર મેંદરડા કેશોદ અને માંગરોળ પંથક સવારના વરસાદના રાઉન્‍ડથી વંચિત રહ્યા હતા. જોકે આ તમામ વિસ્‍તારોમાં વરસાદી માહોલ હોય જેથી મેઘરાજાનું આગમન થાય એવું જણાઈ રહ્યું છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ મહતમ તાપમાન ૩૩ ડિગ્રી, લઘુતમ ૨૮ ડિગ્રી, ભેજ ૮૨ ટકા અને પવનની ઝડપ ૧૪.૮ કિ.મી. રહી હતી.

નિકાવા, મોટા વડાળા, વાંસજાળીયા, પીપરટોડા, પડાણા, હરીપર, મોડપર, ભણગોર, પરડવા, જામવાડી, શેઠવડાળામાં વરસાદી ઝાપટા પડયા છે.

છેલ્લા ૨૪ કલાકમાં પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે

ભાવનગર

ગારીયાધાર ૧ મી.મી.

પાલીતાણા ૧ર મી.મી.

ઘોઘા               ૩૩ મી.મી.

શિહોર               ર૦ મી.મી.

મહુવા               ૯ મી.મી.

જામનગર

જોડીયા             પ મી.મી.

કાલાવડ    ૮ મી.મી.

લાલપુર    ૧ મી.મી.

જામજોધપુર        ૩ મી.મી.

નવાગામ   ૧પ મી.મી.

જામવાડી   ૧૦ મી.મી.

ધુનડા               ૮ મી.મી.

ધ્રાફા                પ મી.મી.

સમાણા     ૭ મી.મી.

ગીર સોમનાથ

ગીર ગઢડા ૮ મી.મી.

તાલાલા    ૬ મી.મી.

સુત્રાપાડા   ૧ મી.મી.

કોડીનાર    ર મી.મી.

ઉના        ૮ મી.મી.

દેવભૂમિ દ્વારકા

કલ્‍યાણપુર  ૧ મી.મી.

ભાણવડ       ર મી.મી

(1:14 PM IST)