તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
રવિવારે જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મયુવા સંગઠન પરશુરામ ભગવાનના પ્રાગટય દિવસ નિમિતે ૧૧૧ કુંડી મહાવિષ્ણુયાગ
બપોરે શોભાયાત્રા બાઇક અને ફોરવ્હીલમાં સંતોમહંતો સાથે યોજાશેઃ રકતદાન- ધર્મસભા-મહાપ્રસાદનું આયોજન સર્વજ્ઞાતિય યજમાન પદે આહુતી આપી શકશેઃ પત્રકાર પરિષદમાં વિગતો આપતી ટીમ

ઉપરકોત તસ્વીરમાં પત્રકાર પરિષદમાં કાર્યક્રમ અંગે વિગતો આપતા જયદેવભાઇ જોષી તથા મનિષભાઇ ત્રિવેદી નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા- જૂનાગઢ)
(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ, તા.૧૭: જૂનાગઢ સમસ્ત બ્રહ્મયુવા ટ્રસ્ટ સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષી કાર્તિકભાઇ ઠાકર પ્રમુખ મનિષભાઇ ત્રિવેદી અને તેમની સમગ્રટીમ દ્વારા પરશુરામધામનું સોનારડી પાસે સાસણરોડ જૂનાગઢ ખાતે નિર્માણ થઇ રહયુ છે.
આ પરશુરામધામખાતે આગામી તા.૧૯ એપ્રિલને રવિારના રોજ અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામજીના પ્રાગટયદિન નિમીતે સર્વજ્ઞાતિ યજમાન પદે મહાવિષ્ણુયાગ ૧૧૧ કુંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે.
ધાર્મિક ફાર્મ ખાતે પત્રકાર પરિષદમાં જયદેવભાઇ જોષી અને મનિષભાઇ ત્રિવેદી એ આ કાર્યક્રમ અંગે વિગતો આપતા જણાવ્યુ હતું કે સવારે ૮ કલાકે યજ્ઞનો મુખ્ય આચાર્યજી ચેતનદાદા ગુરૂજી (દતટેકરી જ્ઞાનપીઠ) અને શાસ્ત્રી ઉપાચાર્યજી ધવલ વ્યાસ પ્રારંભ કરાવશે વિશ્વકલ્યાણ તેમજ વિશ્વશાંતિ અર્થે યોજાનારઆ મહાવિષ્ણુયાગમાં સર્વજ્ઞાતિ યજમાનો ભાગલઇ આહુતી અપી શકશે જે અંગે સંપર્ક નંબરો આપવામાં આવેલ.
તેઓ એ વધુમાં જણાવેલ કે સવારે ૮કલાકે યજ્ઞનો પ્રારંભ થશે અને બપોર ૨-૩૦ કલાકે જલારામ સોસાયટી જાગનાથ મંદિરેથી શોભાયાત્રાનું ટુ વ્હીલ ફોલ વ્હીલમાં રાજમાર્ગો ફરી પરશુરામધામ પહોંચશે આ શોભાયાત્રામાં અખિલ ભારત સાુ સમાજના અધ્યક્ષ પુ. મુકતાનંદબાપુ ભુતનાથમંદિરના મહંત પુ. મહેશગીરીબાપુ ભાગવતાચાર્ય ડો. મહાદેવપ્રસાદ મહેતા તથા પુ. જીજ્ઞેશદાદા (રાધે રાધે) તેમજ શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢના ટ્રસ્ટ સરજુદાસાનંદજી સ્વામી અને મેંદરડાખાખી મઢી રામજી મંદિરના મહંત મહામંડેલેશ્વર પુ. સુખારામ દાસબાપુ સહિતના સંતો જોડાશે અને પરશુરામધામ ખાતે પહોંચી ત્યાં ધર્મસભામાં આશિવર્ચન આપશે.
આ ઉપરાંત ગિરનારી ગ્રૂપના સહયોગથી આ પરશુરામધામખાતે સાંજે ૪થી રાત્રે૧૧ કલાક સુધી રકતદાન કેમ્પનું આયોજન કરેલી આ કેમ્પમાં એકઠું થયેલબ્લડ જૂનાગઢ સિવીલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓને આપવામાં આવશે.
આ મહાવિષ્ણુયાગમાં યજમાન પદે બેસવા ઇચ્છતા સર્વજ્ઞાતિય લોકો ઉપરાંત રકતદાન કરવા ઇચ્છતા રકતદાતાઓએ પીસી ભટ્ટ મો. ૯૭૧૪૧ ૮૩૨૧૨ જીત તેરૈયા, ૭૦૧૬૫ ૯૨૮૦૧ તેમજ વિરેન્દ્ર જોષી મો. ૯૮૯૮૯ ૬૬૮૮૩ અને વિશાલ જોષી મો. ૯૯૦૪૦ ૯૩૮૬૦ ઉપર સંપર્ક સાધવા જણાવ્યુ હતું.
આ વખતે શોભાયાત્રા પગપાળા નહી પરંતુ બાઇ અને ફોરવ્હીલ સાથે નિકળશે તો સોૈ ભુદેવો પોતાના વાહન સાથે જાગનાથ મંદિરે બપોરે ૨/૩૦ કલાકે આવીજવુ યજ્ઞનુ બપોરે બિડુ હોમાયાબાદ ધર્મસભા યોજાશે અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરેલ છે આ યજ્ઞમાં સોૈ સનાતની યોગદાન આપી ભાગ લઇ શકે યજમાન તરીકે લાભ લઇ શકે છે.
શોભાયાત્રા જાગનાથ મંદિરથી પ્રારંભ થશે આઝાદચોક એમજીરોડ કાળવાચોક ભુતનાથ રોડ થઇ ઇવનગર પાસે આવેલ સોનરડી નજીક પરશુરામધામ ખાતે પહોંચશે. રસ્તામાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉપરાંત પરશુરામધામ ખાતે ૩૦ હજાર સ્કવેર ફુટનું ડોમ બનાવ્યુ છે એ ડોમમાં ગરમી ન થાય એન માટે જર્મન સીસ્ટમની મીસ્ટસીસ્ટમફીટ કરી છે. પંખા કુલર પણ ગોઠવવામાં આવ્યા છે. અને હાલમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
