તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
અષાઢી બીજ અને ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે પૂ.રમેશભાઈ ઓઝાએ પાઠવી શુભકામનાઓ
આપણું શરીર જ રથ છે, જેમાં જ્ઞાન, ભક્તિ અને આત્મા બિરાજે છે : પૂ. રમેશભાઈ ઓઝા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ, તા.૧૬: આજે અષાઢ મહિનાની શુક્લ દ્વિતીયા એટલે કે અષાઢી બીજ અને ભગવાન શ્રી જગન્નાથજીની પવિત્ર રથયાત્રા નિમિત્તે ભાગવત કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા એ સૌ ધર્મપ્રેમી જનતાને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પૂ. રમેશભાઈ ઓઝાએ પોતાના સંદેશમાં જણાવ્યું કે, ‘‘અષાઢી બીજ એ નવજીવન, આશા અને પ્રકળતિના પુનર્જાગરણનો પાવન દિવસ છે. પ્રથમ વરસાદથી ધરતી હરિયાળી બને છે, બીજ અંકુરિત થાય છે અને સમગ્ર સળષ્ટિમાં નવી ઉર્જાનો સંચાર થાય છે.'' રથયાત્રાના મહત્વ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ‘‘શાષાો અનુસાર આપણું શરીર જ એક રથ છે. આ રથમાં જ્ઞાનરૂપ બલભદ્રજી, ભક્તિરૂપ સુભદ્રાજી અને આત્માસ્વરૂપ ભગવાન શ્રી જગન્નાથ સદા બિરાજમાન છે. જ્યારે જ્ઞાન, ભક્તિ અને આત્મા એક થાય ત્યારે જીવનની સાચી રથયાત્રા આગળ વધે છે.'' અંતમાં તેમણે પ્રભુનપ્રાર્થના કરી કે, ં‘‘ભગવાન શ્રી જગન્નાથજી સૌના જીવનને જ્ઞાન, ભક્તિ અને કલ્યાણથી ઉજ્જવળ બનાવે. સૌને અષાઢી બીજ અને રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ.''
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
