તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પૂનમ નિમિતે : દિવ્ય વાઘા-મિક્સ ફૂલોનો શણગાર-વિવિધ પ્રકારની મીઠાઈઓનો અન્નકૂટ
પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને શ્રી વિવેક સાગર સ્વામીના માગૅદર્શન હેઠળ આયોજન

રાજકોટ તા.૨૪ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને
પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને શ્રી વિવેક સાગર સ્વામીના માગૅદર્શન હેઠળ પૂનમ નિમિતે તા.24-11-2026ને મંગળવારના દિવ્ય શણગાર કરાયો હતો.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના મંદિરના ગર્ભગૃહમાં મોરની ભવ્ય અને કલાત્મક પ્રતિકૃતિઓ તથા સફેદ રંગના મિક્સ ફૂલોનો શણગાર કરાયો હતો.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને રિયલ ડાયમંડનો મુકુટ,સોના-ચાંદીના વિશેષ આભૂષણો, દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા.શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને વિવિધ મીઠાઈઓનો ભવ્ય અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો. સવારે મંગળા આરતી 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા એવં સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી.દર્શન,આરતી એવં મહાપ્રસાદનો અનેક ભક્તોએ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
પૂનમ નિમિત્તે સાંજે 05:00 કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન-અર્ચનનું આયોજન કરવામાં આવ્યું છે.શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવશે , પુષ્પવર્ષા કરવામાં આવેલ.શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની દિવ્ય સંધ્યા આરતી 06:30 કલાકે કરવામાં આવશે.
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
