તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
અમરેલીમાં પરશુરામ જયંતી નિમિત્તે ડી.જી. મહેતાએ એકટીવા ઉપર કલાકૃતિ સજાવી શહેરમાં ફેરવી
સ્વખર્ચે ભગવાન પરશુરામના કટ આઉટ સાથે સુંદર ડેકોરેશનનો ધાર્મિક જનતાએ દર્શનનો લાભ લીધો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૩: વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર ગણાતા પરશુરામ ભગવાનની જન્મ જયંતી નિમિત્તે અમરેલીના જાણીતા પેઇન્ટર ડી.જી. મહેતાએ અનોખી રીતે ઉજવણી કરી હતી. ડી.જી. મહેતાએ પોતાના એકટીવા સ્કુટર ઉપર સ્વખર્ચે સુંદર અને કલાત્મક ડેકોરેશન કરી ભગવાન પરશુરામના કટ આઉટ મૂકી આખા અમરેલી શહેરમાં ફર્યા હતા.
શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતા આ સુશોભિત એકટીવા સ્કુટરને જોઈ સૌ ધાર્મિક લોકોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ડી.જી. મહેતાની આ ધાર્મિક ભાવના અને કલાત્મક પ્રસ્તુતિને શહેરની ધર્મપ્રેમી જનતાએ બિરદાવી હતી અને તેમની પ્રશંસા કરી હતી.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
