તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે "પ.પૂ.ભાઈશ્રી" રમેશભાઈ ઓઝા સંચાલિત પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રી હરિ મંદિરમા વિશેષ વૈદિક અનુષ્ઠાનો
શ્રી ચંદ્રમૌલીશ્વર મહાદેવનો વિશેષ રુદ્રાભિષેક, શ્રી ગણપતિ ભગવાનની મહાપૂજા, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રના 751 પાઠ, શ્રી ગણપતિ અથર્વશીર્ષના 1008 પાઠ તેમજ માર્કંડેય મંત્રના 11000 જપ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૮ : ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે "પ.પૂ.ભાઈશ્રી" રમેશભાઈ ઓઝા દ્વારા સંચાલિત સાંદીપનિ વિદ્યાનિકેતન પોરબંદર ખાતે આવેલ શ્રી હરિ મંદિર ખાતે વિશેષ વૈદિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઋષિકુમારો તથા ગુરુજનો દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘાયુષ્ય, સુસ્વાસ્થ્ય અને રાષ્ટ્રસેવાના મંગલ સંકલ્પ સાથે અનેક અનુષ્ઠાનો શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે સંપન્ન કરવામાં આવ્યા હતા:
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે શ્રીહરિ મંદિરમાં ભગવાન શ્રી ચંદ્રમૌલીશ્વર મહાદેવનો શ્રીહરિ મંદિર ખાતે વિશેષ રુદ્રાભિષેક, શ્રી ગણપતિ ભગવાનની મહાપૂજા, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રના 751 પાઠ, શ્રી ગણપતિ અથર્વશીર્ષના 1008 પાઠ તેમજ માર્કંડેય મંત્રના 11000 જપ વિધિવત્ ગુરુજનો તથા ઋષિકુમારો દ્વારા કરવામાં આવ્યા.
આ પ્રસંગે સાંદીપનિ પરિવાર દ્વારા દેશના વિકાસ અને જનકલ્યાણ માટે સતત કાર્યરત એવા પ્રધાનમંત્રીશ્રીના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
