<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

ગોંડલના શ્રી અક્ષર મંદિર ખાતે ભાદરવી અમાસ નિમિત્તે સર્વ પિતૃ મોક્ષાર્થે વિરાટ વૈદિક મહાપૂજા

(અશોક જોશી દ્વારા) ગોંડલ, તા.૧૨:ભાદરવી અમાસ નિમીતે અહીના અક્ષર મંદિર ખાતે પવિત્ર અક્ષરઘાટના કિનારે વિરાટ વૈદિક મહાપૂજા નું આયોજન કરવામાં આવ્‍યું હતું. વહેલી સવારે ૦૫:૦૦ વાગ્‍યે અક્ષર ઘાટના કિનારે હરિભક્‍તો શ્વેત વષાો પહેરી પોતાના સ્‍વજનોને સાચી અંજલી અર્પવા માટે અક્ષરઘાટ પર પધારી ગયા હતા. અક્ષરઘટના કિનારે વરિષ્ઠ સંતોની ઉપસ્‍થિતિમાં અવિરાટ વૈદિક મહાપૂજા શરૂ કરવામાં આવી હતી. ખૂબ જ બહોળી સંખ્‍યામાં પુરુષો અને મહિલા ભક્‍તોએ આ મહાપૂજા વિધિમાં ઠાકોરજીને ષોડષોપચાર વિધિથી પૂજન કરવા તેમજ પોતાના સ્‍વજનો પ્રત્‍યે સાચી શ્રદ્ધાંજલિ અર્પવા લાભ પ્રાપ્‍ત કર્યો હતો.

ભાદરવી અમાસ એ જીવનમાં આવતા વિઘ્‍નો કે પિતળદોષના નિવારણ માટે અને પરિવારના કલ્‍યાણ અર્થે પૂર્વજો પ્રત્‍યે આદરભાવ પ્રગટ કરવાનો સૌથી શ્રેષ્ઠ દિવસ છે.

આ તકે પાંચ દિવસીય શ્રીમદ ભાગવત મહાપુરાણ ગ્રંથ આધારીત પારાયણનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પૂજ્‍ય યોગીપ્રમ સ્‍વામીએ વ્‍યાસપીઠ પરથી ભગવાનના દિવ્‍ય લીલાચરિત્રોનું પાન સંગીતમય રીતે કરાવ્‍યું હતું. તારીખ ૧૧ ઓક્‍ટોબર ૨૦૨૬ રવિવારના રોજ આ પારાયણની પૂર્ણાહુતિ રવિ સભા અંતર્ગત કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્‍યામાં હરિભક્‍તોએ પારાયણ પૂર્ણાહુતિ પ્રસંગે શ્રીકળષ્‍ણ જન્‍મોત્‍સવ તેમજ અન્‍ય પ્રસંગોનું પાન કરી ખૂબ જ ધન્‍યતા પ્રાપ્‍ત કરી હતી. સભાના અંતે તમામ હરિભક્‍તોએ મહાપ્રસાદનો લાભ પણ પ્રાપ્‍ત કર્યો હતો.

(11:13 AM IST)