તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રી હરિ મંદિરમાં અક્ષય તૃતીયા નિમિત્તે પૂ.રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી ચંદન-પુષ્પ શૃંગાર
શ્રીલક્ષ્મી નારાયણ સહિત સર્વે દેવી-દેવતાઓને શીતળતા અર્પણ કરવાના ભાવ સાથે વિશેષ શૃંગાર કરાયોઃ મંદિરમાં ભક્તિભાવનું અનેરું વાતાવરણઃ ભક્તોએ દર્શનનો લાભ લીધો

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૦: પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં અક્ષય તૃતીયાના પાવન પર્વ નિમિત્તે મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રીલક્ષ્મી નારાયણ સહિત સર્વે દેવી-દેવતાઓને શીતળતા આપવાના ભાવ સાથે ચંદન અને પુષ્પોનો મનોહર શૃંગાર પૂ.રમેશભાઈ ઓઝા પૂ.ભાઈશ્રીની પ્રેરણાથી કરવામાં આવ્યો હતો.
અક્ષય તૃતીયાના દિવસે ભગવાનને ચંદન લેપ કરવાની પરંપરા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ભગવાનને શીતળતા મળે તેવા ભાવ સાથે સમગ્ર મંદિર પરિસરમાં ચંદન અને વિવિધ પુષ્પોથી દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી હરિ મંદિરના આ મનમોહક શૃંગારના દર્શનનો અનેક ભાવિકોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.(તસ્વીરઃમુકેશ વાધેલા-જુનાગઢ)
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
