<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

ભરૂચ મીઠાના અગરમાં વાહનો મુકાવી રાજુલાના ઝોલાપર ગામના પ્રૌઢે ભાડાના પૈસા માંગતા મારમારી ધમકી

વાહનોના ભાડાના બાકી પેટે નીકળતા રૂા.૪૯,૩૯,૦૦૦ની છેતરપીંડી કરી બળજબરીથી વાહનો કઢાવી ગુનો કર્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૩૦: રાજુલા તાલુકાના ઝોલાપર ગામે રહેતાબીપીનભાઈ મુળશંકરભાઈ ઓઝા ઉ.વ.૫૦ ધંધો ટ્રાન્‍સપોર્ટવાળાને મુળ વિકટર હાલ વાગરા તાલુકાના ગાંધાર ગામે રહેતા અશોકભાઈ મનસુખભાઈ બાંભણીયા તથા વિનુભાઈ ભુપતભાઈ બાંભણીયાએ વાત કરેલ કે મારે ભરૂચ પાસે ગાંધાર ગામે મીઠાના અગર ચાલે છે.અને તેમાં મારે વાહનોની જરૂર છે.તમે લોનથી આઈવા ડમ્‍પર અને બે ટ્રેકટર અને હીટાચી લઈને વાહનો મોકલો તો હું તમને સારૂ ભાડું આપીશ.તેમ કહી બીપીનભાઈને અશોકે વિશ્વાસમાં લઈ તેના કહેવા મુજબ લોન કરી આઈવા ડમ્‍પર જી.જે.૧૦એકસ.૯૫૩૪ તથા મહિન્‍દ્રા કંપનીનું જી.જે.૧૪ એ.પી.૭૦૫૬ તથા મહિન્‍દ્રા કંપનીનું જી.જે.૧૪ એ.પી.૭૪૯૬ તથા હિટાચી મશીન લઈને ભરૂચના વાંગરા પાસે ગંધાર મોકલેલ અને બીપીનભાઈએ તેમના ચારેય વાહનના ભાડાના રૂપિયાની ઉઘરાણી કરતા અશોકે વાયદા આપી બીપીનભાઈ તથા અશ્વિનભાઈ ભટ બંને ભરૂચ પાસે ગંધાર ગામે જતા અશોક તથા વિનુએ માર મારી મુંઢ ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાનો ભય બતાવી વાહનો બળજબરીથી રાખી લઈ ભાડા પેટેના બાકી નીકળતા કુલ રૂા. ૪૯, ૩૯,૦૦૦ નહી આપી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી  ગુનો કર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(12:14 PM IST)