<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

ઓખાનગર પાલિકાનો કર્મચારી નશાકારક કેપ્‍સુલ વેંચતા ઝડપાયો

 

ખંભાળીયા,તા.૧૫: બેટ દ્વારકા, ર્પાકિંગ ખાતે ફરજ બજાવતા રાજેશભા ટપુભા કેર, રહે.ઓખા વાળો નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી નશાકારક ટેબલેટ પોતાના આર્થિક ફાયદા સારૂ યુવાનોને વેંચાણ કરે છે, આમ હકીકત મળતા તુરત જ  રાજેશભા સ.ઓફ ટપુભા જેશાભા કેર વાઘેર, ઉ.વ.૨૩, ધંધો.રોજમદાર તરીકે નોકરી(નગર પાલીકા, ઓખા), મુળ રહે.ટોબર, તા.દ્વારકા, હાલ રહે.ઓખા, પોર્ટ કોલોની, ક્‍વાટર્સ નંબર.૩/૪૨, તેના કબ્‍જામાથી નશાકારક ઘટક ધરાવતી કેપ્‍સુલ નંગ -૨૩૨, કિં.રૂ. ૧૫૦૮/- ની મળી આવેલ, મજકુર ઇસમની આગવીઢબે પુછપરછ કરતા સદરહુ નશાકારક કેપ્‍સુલનુ પોતે પણ સેવન કરતો હોય તથા નશો કરવાની ટેવ વાળા ગ્રાહકોને વેચાણ કરતો હોવાનું જણાવેલ, જેથી મજકુર ઉપરોકત ઇસમે ગેરકાયદેસર રીતે કોઈપણ પાસ પરમીટ વગર પોતાના કબ્‍જા ભોગવટામાં નશાકારક ઘટક ધરાવલી કેપ્‍સુલ નંગ-૨૩૨, જેનું કુલ વજન ૮૯.૩૨ ગ્રામ કિં.રૂ.૧૫૦૮/- નો જથ્‍થો અન-અધિકળત રાખી રીતે વેચાણ કરવાના ઈરાદે પોતાના કબ્‍જા ભોગવટામાં રાખી એન.ડી.પી.એસ. એક્‍ટ કલમ ૮(સી), ૨૧(બી), ૨૯ મુજબ બેટ દ્વારકા પોલીસ ખાતે શ્રી સરકાર તરફે સાથેના પોલીસ હેડ કોન્‍સ.હરદાસભાઇ જીવાભાઇ મોવર નાઓએ ફરીયાદ રિપોર્ટ આપેલ છે, હાલ આગળની વધુ તપાસ હાથધરેલ છે. ( ૧) શ્રી વી.એ.રાણા, પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર, પોલીસ ઈન્‍સપેકટર, (૨) શ્રી શ્રી ડી.એ.વાળા, પોલીસ સબ ઇન્‍સપેક્‍ટર.,(૩) શ્રી હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજા, (૪) શ્રી કાનાભાઈ રણમલભાઈ માડમ, (૫) શ્રી અશોકભાઇ રાણાભાઈ સવાણી, (૬) શ્રી હરદાસભાઇ જીવાભાઈ મોવર,(૭) શ્રી નિર્મલભાઈ બી.આંબલીયા, (૮) શ્રી ખેતસીભાઈ રામભાઈ મુન, પોલીસ કોન્‍સ.,(૯) શ્રી વજાભાઇ ગાંગાબભાઇ લાંબરીયા, (૯) શ્રી દિનેશભાઇ દેવશીભાઇ ચાવડા,ડ્રા-(૧૦) શ્રી સુમાતભાઇ અરજણભાઇ ચાવડા, ડ્રા.  એસ.ઓ.જી. દેવભુમિ દ્વારકા એ કરી હતી.

(11:03 AM IST)