તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
ઓખા નગર પાલિકા તથા ભાડથર જિલ્લા પંચાયતની ચૂંટણી : રાજકીય ગરમી
ભાજપના નિરીક્ષકોની બેઠક : આપ પાર્ટી કાલે ફોર્મ ભરશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૪ : ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ખંભાળિયા તાલુકાના ભાડથર જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થતાં તથા ફોર્મ ભરવાની કાર્યવાહી પણ શરૂ થતાં રાજકીય ગરમી આવી છે.
ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા કરીને ઉમેદાવર થવા માંગતા દાવેદારોને સાંભળવાનો કાર્યક્રમ હસમુખભાઇ હિંડોચા સહિતની ઉપસ્થિતિમાં યોજાઇ ગયા બાદ ઉમેદવારી પસંદગીની પ્રક્રિયા ચાલે છે તો આમ આદમી પાર્ટી દ્વારા પણ પ્રથમ વખત ઓખા ન.પા. માં તમામ સીટો લડવાની જાહેરાત તથા સમીક્ષા સંકલન બેઠક યોજીને આ અંગે ઉમેદવાર પસંદગી પણ શરૂ કરી દીધી છે. જો કે કોંગ્રેસ હજુ હવે જાગશે તેમ તેણે કંઇ કાર્યક્રમો કે આયોજનની જાહેરાત કરી નથી.
ભાડથર બેઠક પર જિ.પં. ના સદસ્ય તરીકે ડો. પી.વી. કંડોરીયા જીત્યા હતા તેમજના અવસાનથી ખાલી પડેલ બેઠકની ચૂંટણીમાં આપ પાર્ટીએ વીસભાઇ કંડોરીયાને ટીકીટ આપી છે જેઓ આવતીકાલે આપ અધ્યક્ષ ઇશુદાન ગઢવી તથા ધારાસભ્ય હેમંત ખવાની ઉપસ્થિતિમાં ફોર્મ ભરશે તો ભાજપ આજકાળમાં ઓખા ન. પા. ના સદસ્યો માટે ઉમેદવારોના નામો જાહેર તથા ભાડતર જિ. પં. માટે પણ ઉમેદવાર જાહેર કરશે જેથી રાજકીય ગરમી આવી છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
