તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Saturday, 19th September 2026
મોરબી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રક્તદાન કેમ્પમાં અધિકારીઓ-કર્મચારીઓએ રક્તદાન કર્યું.
રક્તદાન કેમ્પમાં ૭૬ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સરહદી રેંજ, ભુજ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, મોરબી પોલીસ અધિક્ષક મુકેશ પટેલની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક મોરબી કે પી પરમારના માર્ગદર્શન હેઠળ સેવા મેરા યોગદાન સ્કીમ હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જી એમ ઈ આર એસ મેડીકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ મોરબી સંચાલિત સિવિલ હોસ્પીટલના સહયોગથી સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું જીલ્લા સિવિલ હોસ્પીટલના જરૂરિયાતમંદ દર્દીઓ માટે કુલ ૭૬ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
