News of Thursday, 16th July 2026
પોરબંદરના ઓડદરમાં પતિ-પત્નીએ નાળિયેરના વેસ્ટમાંથી બેસ્ટ માટે શરૂ કર્યું: ‘કલ્પવૃક્ષ ઓર્ગેનિક કોયર હબ'
સરકારી સહાયના બળે વિરલબેન લખતરીયા બન્યા આત્મનિર્ભર મહિલા ઉદ્યોગસાહસિકઃ નાળિયેરની છાલમાંથી વૈશ્વિક માંગ ધરાવતી કોકોપીટનું સફળ ઉત્પાદન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૬ : આજે જ્યારે દેશમાં નાના અને મધ્યમ ઉદ્યોગો યુવાનો અને મહિલાઓ માટે સ્વાવલંબનનું પ્રતીક બની રહ્યા છે, ત્યારે પોરબંદર જિલ્લાના ઓડદર ગામેથી આત્મનિર્ભરતાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા સ્થાનિક ઉદ્યોગસાહસિક લખતરીયા વિરલબેન પંકજભાઈ અને તેમના પતિ પંકજભાઈ ધીરુભાઈએ સાથે મળીને ‘કલ્પવળક્ષ ઓર્ગેનિક કોયર હબ' નામના એક નવતર યુનિટની સ્થાપના કરી છે. પતિ-પત્નીના પરસ્પર સહયોગ અને કંઈક નવું કરવાની તમન્ના સાથે શરૂ થયેલો આ ગળહઉદ્યોગ આજે આસપાસના વિસ્તાર માટે પ્રેરણારૂપ બન્યો છે.
માંગરોળથી નાળિયેરની છાલનો કાચો માલ લાવીને આ યુનિટમાં અદ્યતન મશીનરી દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે અને તેમાંથી કળષિ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે જેની ભારે માંગ છે તેવી લો-ઈસી અને હાઈ-ઈસી કોકોપીટ (એક પ્રકારનું ખાતર)નું ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉપરાંત પર્યાવરણને અનુકૂળ એવી કાથી (કોયર રોપ) અને બાગાયતી ખેતીમાં ઉપયોગી મોસ સ્ટીક જેવી વિવિધ ચીજવસ્તુઓનું પણ અહીં સારી રીતે ઉત્પાદન થઈ રહ્યું છે.
આ ઉદ્યોગના પ્રણેતા વિરલબેન લખતરીયાએ ગર્વભેર જણાવ્યું હતું કે, તેમના આ યુનિટમાં માંગરોળથી આવતા નાળિયેરના છોતરાં જેવા વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુઓનું નિર્માણ થાય છે. આ એકમમાં ડી-ફાઇબર મશીન, કોયર રોપ મશીન અને રીવાઇન્ડિંગ મશીન જેવી આધુનિક તકનીકોનો ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
