<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

હવે ‘મેઘરાજા'નું નિશાન કયાં જીલ્લા ઉપર : સાર્વત્રિક વરસાદની રાહ

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘાવી માહોલ યથાવત : ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી જીલ્લામાં ભુક્કા બોલાવ્‍યા બાદ... : જામનગર, દેવભુમી દ્વારકા, સુરેન્‍દ્રનગર, કચ્‍છ, પોરબંદર, બોટાદ, મોરબી જીલ્લામાં ‘મેઘમહેર'ની રાહ : અમરેલી જીલ્લામાં ભારે વરસાદ પડતા સાવરકુંડલા, જાફરાબાદ, ધારી, ખાંભાની શાળાઓમાં રજા

ધારી, અમરેલી, ધોરાજી, જુનાગઢ, ચલાલા સહિતના વિસ્તારોમાં વરસેલ વરસાદથી ભરાયેલ પાણી તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : ચંદ્રેશ હિરાણી-મોટી પાનેલી)

રાજકોટ, તા., ૬: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘાવી માહોલ બરકરાર છે આવા વાતાવરણ વચ્‍ચે ગઇકાલે અમરેલી જીલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવી હતી અને અમરેલી જીલ્લાના રાજુલામાં ૧૧ ઇંચ, ધારીમાં સાડા ૯ ઇંચ, ખાંભામાં ૭ ઇંચ, જાફરાબાદ, સાવરકુંડલામાં પ ઇંચ તથા લીલીયા, બગસરામાં ૪ ઇંચ વરસાદ પડયો હતો.

અમરેલી જીલ્લામાં રાત્રીથી મેઘરાજાએ વિરામ લીધો છે ત્‍યારે હવે મેઘરાજાના નિશાન ઉપર કયો જીલ્લો છે? તેની સૌ રાહ જોઇ રહયા છે.

ચોમાસાના આગમન સાથે ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી હતી. હવે સાર્વત્રિક વરસાદની સૌ કોઇ રાહ જોઇ રહયા છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. જીલ્લામાં અમરેલી જીલ્લામાં વરસાદને પગલે પ તાલુકાની શાળાઓ આજે બંધ છે. જિલ્લા કલેકટર દ્વારા નિર્ણય કરીને સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી અને ખાંભામાં વિદ્યાર્થીઓની સલામતી માટે શિક્ષણ કાર્ય સ્‍થગિત કરાવ્‍યું છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં અડધાથી ચાર ઇંચ વરસાદ પડ્‍યો છે. જેસરમાં ચાર ઇંચ મહુવા અને ગારીયાધાર માં ત્રણ ઇંચ, પાલીતાણામાં બે ઇંચ અને શિહોરમાં અડધો ઇંચ વરસાદ પડ્‍યો છે.

ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. સમગ્ર જિલ્લામાં ભારે વરસાદી ઝાપટા થી લઈ અડધાથી ચાર ઇંચ વરસાદ પડ્‍યો છે. જિલ્લાના જેસરમાં ચાર ઇંચ વરસાદ વરસ્‍યો છે. મહુવા અને ગારીયાધારમાં પણ ધોધમાર ૩ ઈચ વરસાદ પડ્‍યો છે. જિલ્લામાં વરસાદની માહોલ હોય વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાય છે.

આજે સવારે છ વાગે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના જેસરમાં ૯૧, મહુવામાં ૭૩, ગારીયાધારમાં ૭૧ ,પાલીતાણામાં ૪૭, સિહોરમાં ૧૨, તળાજામાં ૬ અને ભાવનગર શહેરમાં ૬ મી.મી. વરસાદ નોંધાયો છે.

તળાજાના બોરડાના ઉપરવાસમા ધોધમાર વરસાદ

તરાજી નદીના અને બોરડા ગામ તથા ઉપરવાસમા વરસાદ વરસી જતા નવા નીરની આવક થઈ છે.બોરડા, પાદરગઢ,જાગદાર,દાઠા,વાટલીયા,ગાધેસર સહિત પંથકમાં મોડી રાત્રે શરુ થયેલ ધોધમાર વરસાદ વહેલી સવાર સુધી ચાલુ રહ્યો હતો.  કડાકા ભડાકા વીજળીના ચમકારા સાથે વરસાદ ખાબકયો હતો. શેરીઓ અને રસ્‍તા પર ગોઠણ સમા પાણી ચાલવા લાગ્‍યા હતા.નિચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયાં હતાં. નદીઓ વોંકળા  નહેરા બે કાંઠે વહેવા લાગ્‍યા હતા.ખેતરોમાં ગોઠણ સમા પાણી ભરાયાં હતાં. ખેતરોમાં બનાવેલ   ગટરો ના અનેક જગ્‍યાએ પાળા તુટતા ખેતરમાં પાણી ભરાયાં હતાં. દરેક રસ્‍તા પર પાણી ફરી વળ્‍યા હતા ખેડૂતો એ જણાવ્‍યું હતું કે હવે ખેતરમાં ત્રણ ચાર દિવસ વરાપ ન નિકળે ખેતરમાં પગ મુકાઈ એમ? નથી.ખેડૂતો એ વહેલી વાવણી કરી નાખી તેમને આ વરસાદ લાભદાયક હોવાનુ જણાવ્‍યુ હતુ.બોરડા જાગધાર વચ્‍ચે ડેમ માં ભારે પાણી આવ્‍યા હતા.

ધોરાજી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજીઃ  ધોરાજીમાં સતત  ચોથા દિવસે મેઘ સવારી ચાલુ રહેતા અડધો  ઇંચ વરસાદ રાત્રિના નોંધાયો.

ધોરાજીમાં સતત  ચોથા દિવસે મેઘ સવારી ચાલુ રહેતા ગતરાત્રિના અડધો ઇંચ  વરસાદ નોંધાયો હતો.

ધોરાજીમાં ગત રાત્રિના ધીમીધારે વરસાદનો પ્રારંભ થતાં સવારના છ વાગ્‍યા સુધીમાં અડધો ઇંચ જેવો વરસાદ વરસી ગયો છે.

સતત ચોથા દિવસે વરસાદનું પ્રમાણ ચાલુ રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

અનેક ખેડૂતો એ વાવેતર પણ શરૂ કરી દીધું છે.

સતત ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા પરંતુ છેલ્લા ચાર દિવસથી ધોરાજી પંથકમાં વરસાદ ચાલુ રહેતા સમગ્ર વિસ્‍તારમાં ઠંડક જોવા મળી રહી છે.

ધોરાજી શહેરમાં સતત ચાર દિવસથી વરસાદ ચાલુ રહેતા સીઝનનો કુલ વરસાદ ૧૧ ઇંચ જેવો નોંધાય ચૂકયો છે.

છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

અમરેલી

કુકાવાવ-વડિયા       ૩૬ મીમી

બાબરા        ૭  મીમી

લાઠી          ૧૦  મીમી

લીલીયા       ૧૦૭  મીમી

અમરેલી       પ૧  મીમી

બગસરા       ૧૦૯  મીમી

ધારી          ર૩૪  મીમી

સાવરકુંડલા    ૧ર૮  મીમી

ખાંભા          ૧૭૩  મીમી

જાફરાબાદ     ૧રપ  મીમી

રાજુલા        ર૭૪  મીમી

ગીર સોમનાથ

ગીર ગઢડા    ૬૯  મીમી

તાલાલા       ર૮  મીમી

પાટણ-વેરાવળ        ૧૭  મીમી

સુત્રાપાડા      ૪૬  મીમી

કોડીનાર       ૬૬  મીમી

ઉના           ૧૦૭  મીમી

ભાવનગર

જેશર          ૯૧  મીમી

મહુવા         ૭૩  મીમી

ગારીયાધાર    ૭૧  મીમી

પાલીતાણા    ૪૭  મીમી

શિહોર         ૧ર  મીમી

તળાજા        ૬  મીમી

ભાવનગર     ૬  મીમી

જુનાગઢ

માણાવદર     ૧૮  મીમી

વંથલી         ૯  મીમી

જુનાગઢ       ૧૮  મીમી

ભેંસાણ        ૪  મીમી

વિસાવદર     ૪૦  મીમી

મેંદરડા        ર૬  મીમી

કેશોદ          ૮  મીમી

માંગરોળ      ૧૪  મીમી

માળીયાહાટીના        ૧પ  મીમી

મોરબી

હળવદ        ૩૪  મીમી

મોરબી        ૩૧  મીમી

વાંકાનેર       રપ  મીમી

ટંકારા         ર૪  મીમી

માળીયા મિંયાણા      પ  મીમી     

જામનગર

ધ્રોલ           ૧૬  મીમી

કાલાવડ       ર૬  મીમી

દેવભૂમિ દ્વારકા

ખંભાળીયા     ર  મીમી

(11:19 AM IST)