<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

જામનગરમાં નશાના કારોબારીઓના હુમલામાં ઘાયલ પોલીસ જવાનના ખબર અંતર પૂછતા નિર્લિપ્‍ત રાય

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. ૨૮: બાલાજી પાર્ક વિસ્‍તારમાં થોડા દિવસો અગાઉ નશીલા પદાર્થોના વેચાણના આરોપીઓ દ્વારા પોલીસ ટુકડી પર હુમલો કરાયાની ઘટના બની હતી, આ હુમલાની ઘટનામાં હેડ કોન્‍સ્‍ટેબલ દિવ્‍યરાજાસિહ ઈન્‍દ્રસિંહ જાડેજા ઘાયલ થયા હતા, માથાના ભાગે ઈજા થતાં તેમને જામનગરની જી.જી. હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા.

ઘાયલ પોલીસ જવાનના ખબર અંતર પૂછવા રાજકોટ રેન્‍જ IG નિર્લિપ્ત રાય જી.જી. હોસ્‍પિટલ ખાતે પહોંચ્‍યા હતા, તેમણે ઘાયલ હેડ કોન્‍સ્‍ટેબલ દિવ્‍યરાજાસિહ જાડેજાની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્‍યા હતા, તેમજ પોલીસ જવાનની સારવાર અને હાલની સ્‍થિતિ અંગે જાણકારી મેળવી હતી, આ મુલાકાત દરમિયાન રેન્‍જ IG પોલીસ જવાનની પડખે ઊભા રહ્યા હતા.(તસવીરઃદ કિજલ કારસરીયા,જામનગર)

(11:26 AM IST)