તા. ૨૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ – ૧૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
કાલાવડના નિકાવા ગામે અકસ્માતે પતિ બેરોજગાર થતા પરિણીતાએ આર્થિક તંગીના કારણે ગળેફાંસો ખાદ્યો
કાલાવડ નાકા બહાર નેશનલ પાર્ક સોસાયટી આયશા મસ્જીદ પાસે રહેતી આશિયાબેન સમિરશા શાહમદારએ આપઘાત કર્યો

જામનગરઃ કાલાવડ તાલુકાના નિકાવા ગામે રહેતા સોહીલશા સતારશા શાહમદાર (ઉ.વ. ૩૦ )એ જામનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાહેર કરેલ છે કે, તા. રર ના રોજ કાલાવડ નાકા બહાર નેશનલ પાર્ક સોસાયટી આયશા મસ્જીદ પાસે રહેતી આશિયાબેન સમિરશા શાહમદાર (ઉ.વ. ર૪ )ના પતિ સમિરશાને ત્રણેક માસ પહેલા પડી જવાથી કમરમા લાગેલ હતું જેના લીધે તેઓ કામ પર જઇ શકત નહીં અને ઘરમાં આર્થિક તંગી રહેતી હોય જેના કારણે આ કામે મરણ જનાર આશિયાબેને પોતાના ઘેર ગળાફાંસો ખાઈ લેતા જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ જયાં તેણીનું તા. ૪ ના રોજ મૃત્યું નિપજેલ છે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
