News of Friday, 8th May 2026
મોટા માચીયાળામાં નવનિર્મિત સંત વેલનાથ મંદિરે રવિવારે મૂર્તિ પ્રતિષ્ઠા અને સંતવાણી

અમરેલી તા. ૮ : અમરેલીના મોટા માચીયાળા ગામે તા.૧૦ ના રવિવારે પ્લોટ વિસ્તારમાં નવનિર્મિત મંદિરે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ધર્મગુરૂ સંત વેલનાથબાપુની મૂર્તિ પ્રતિષ્ઠા અને સંતવાણીના ધાર્મિક ઉત્સવ રાખવામા આવેલ છે.
મહાયજ્ઞ, શોભાયાત્રા, સંતોના સામૈયા, મહાઆરતી, મહાપ્રસાદ તથા રાત્રીના સમયે ઠાકોર સમાજના ખ્યાતનામ કલાકારો તમન્નાબેન ઠાકોર, બટુકભાઈ ઠાકોર તથા સમાજ તથા અન્ય સમાજના નામી-અનામી સંતવાણી કલાકારો સાથે સુપ્રસિઘ્ધ અનેક સંતો-મહંતો, સમાજ અગ્રણીઓ, મહિલા સત્સંગ મંડળો, રાજકીય અગ્રણીઓ, ઉધોગપતિઓ, કર્મચારીઓ તથા વેલનાથ અને માંધાતા યુવક મંડળો પોતાના ગળપ, સંગઠન મડળો સાથે ઉપસ્થિત રહેશે.
આ ધાર્મિક કાર્યને સફળ બનાવવા સમસ્ત ગ્રામજનો તથા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના તમામ પરીવારો યોગદાન આપી રહેલ છે. આ ર્ધાર્મિક પ્રસંગમાં સૌ ધર્મપ્રેમી લોકોને પધારવા વેલનાથ યુવક મંડળ મોટા માચીયાળા તરફથી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
