<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શને બોટાદના નવનિયુક્ત કલેક્ટર એચ.એમ.વોરા-પરિવાર

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના ચરણોમાં શીશ ઝુકાવ્યું, શિખરે ધજા ચઢાવી જિલ્લાની સુખાકારી માટે કરી પ્રાર્થના : પૂજારી સ્વામીએ રક્ષાસૂત્ર બાંધી ‘કિંગ ઓફ સાળંગપુર’ની પ્રતિમા અર્પણ કરી

રાજકોટ તા.૨૧ : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે આજે   શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શને

 બોટાદ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર એચ.એમ.વોરા  (IAS)આવ્યા હતા. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શન-અર્ચન કરીને તેઓએ ધન્યતા અનુભવી હતી. પોતાનો નવો પદભાર સંભાળ્યા બાદ કલેક્ટર એચ.એમ.વોરા  પરિવાર સાથે ખાસ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના આશીર્વાદ લેવા માટે સાળંગપુરધામ પધાર્યા હતા. 

        આ પ્રસંગે તેમણે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના

ચરણોમાં શીશ ઝુકાવી ભાવપૂર્વક પૂજન, અર્ચન અને આરતી કરી હતી. ત્યારબાદ મંદિરના શિખર પર પરંપરાગત રીતે ધજા ચઢાવીને સમગ્ર બોટાદ જિલ્લાની સુખાકારી, શાંતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના સાનિધ્યમાં ઉપસ્થિત રહી તેમણે આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કર્યો હતો.

      દર્શન બાદ મંદિરના પૂજારી સ્વામી દ્વારા નવનિયુક્ત કલેક્ટર એચ.એમ.વોરાને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું હતું. સાથે જ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનો પવિત્ર પ્રસાદ અને ‘કિંગ ઓફ સાળંગપુર’ની દિવ્ય પ્રતિમા અર્પણ કરી તેમના સફળ અને યશસ્વી કાર્યકાળ માટે રૂડા આશીર્વાદ સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પાવન મુલાકાત દરમિયાન મંદિર વહીવટી તંત્રના સભ્યો તથા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

(11:28 AM IST)