<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

નવું વર્ષને નવી હૂંફ! હાપા યાર્ડમાં જામ્‍યો ૭૭ જામનગર ગ્રામ્‍ય ભાજપ પરિવારનો મેળાવડો!

સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્‍ય રાઘવજીભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ વિનુભાઈ ભંડેરીની ઉપસ્‍થિતિમાં ૭૭ જામનગર ગ્રામ્‍ય ભાજપ પરિવારનો ભવ્‍ય સ્‍નેહમિલન સમારોહ યોજાયો...

(મુકુંદ બદિયાણી-સંજય ડાંગર દ્વારા) જામનગર તા. ર૪: જામનગર નવું વર્ષ એટલે નવી ઉમંગ, નવો ઉત્‍સાહ અને જૂના સંબંધોમાં નવી મીઠાશ... કંઈક આવો જ માહોલ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે જોવા મળ્‍યો હતો. ૭૭ જામનગર ગ્રામ્‍ય ભાજપ પરિવાર દ્વારા આયોજિત ‘‘નૂતન વર્ષ સ્‍નેહમિલન સમારોહ''માં ગ્રામ્‍ય વિસ્‍તારના વડીલો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉમટી પડ્‍યા હતા. હાપા યાર્ડનો વિશાળ શેડ કાર્યકરોની ઉપસ્‍થિતિથી ભરાઈ ગયો હતો અને સમગ્ર કાર્યક્રમમાં તોહ, સંવાદ અને સંગઠનનો માહોલ છવાયો હતો.

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્‍યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ પ્રભારી અને રાજ્‍યસભાના સાંસદ તરુણ ચુગજી, નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ સંગઠન મહામંત્રી રત્‍નાકરજીની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં ગુજરાતની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર નૂતન વર્ષ તોહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

જેના ભાગરૂપે ૭૭ જામનગર ગ્રામ્‍ય વિધાનસભા પરિવાર દ્વારા હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આ ભવ્‍ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, જામનગર ગ્રામ્‍યના ધારાસભ્‍ય અને પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઈ ભંડેરી સહિતના વરિષ્ઠ આગેવાનો ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્‍થિત મહાનુભાવોએ ગ્રામ્‍ય વિસ્‍તારના વડીલો, માતાઓ-બહેનો, યુવાનો અને પાયાના કાર્યકરોનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કરી સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. નેતાઓ અને કાર્યકરો વચ્‍ચે હળવાશભર્યા વાતાવરણમાં મુલાકાતો અને શુભેચ્‍છાઓની આપ-લે થઈ હતી. એકબીજાને મીઠા રામ-રામ કહેતા તોહ અને આત્‍મીયતાના દૃશ્‍યો જોવા મળ્‍યા હતા.

હાપા યાર્ડ ખાતે યોજાયેલું આ સ્‍નેહમિલન માત્ર નવા વર્ષની શુભેચ્‍છાઓ પૂરતું સીમિત ન રહેતાં ગ્રામ્‍ય વિસ્‍તારના ભાજપ પરિવારના વડીલો, આગેવાનો અને કાર્યકરોને એક મંચ પર મળવાનો અવસર પણ બન્‍યું હતું. સમગ્ર કાર્યક્રમમાં કેસરિયો માહોલ અને કાર્યકરોનો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

(1:07 PM IST)