News of Monday, 16th November 2026
ભાવનગરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણીના પશ્ચિમ વિધાનસભા વિસ્તારનું "નૂતન વર્ષ સ્નેહમિલન" સફળતા પૂર્વક સંપન્ન થયું
શહેર ભાજપ અધ્યક્ષ,શહેર અને વોર્ડ સંગઠન, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વરિષ્ટ આગેવાનો, સંતો, મહંતો, વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, વ્યાપારીઓ અને ઉદ્યોગપતીઓ, સ્નેહી શુભેચ્છકો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : દેવ દુર્લભ કાર્યકરો સાથે નૂતન નવલા વર્ષને વધાવવાના સ્નેહ મિલનની પરંપરા સંસ્કાર નગરી ભાવનગર શહેર ભાજપની રહી છે, ત્યારે ભાવનગર પશ્ચિમ વિધાન સભા ક્ષેત્રનું નૂતન વર્ષ સ્નેહ મિલન ઓમ પાર્ટી પ્લોટ, ચિત્રા ખાતે યોજાયું હતું. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણીના વિધાનસભા વિસ્તારના આ "નૂતન વર્ષ સ્નેહ મિલન" માં શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ સહીતશહેર અને વોર્ડ સંગઠન, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વરિષ્ટઆગેવાનો, સંતો, મહંતો, શહેરની વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, વ્યાપારીઓ અને ઉદ્યોગપતીઓ, સ્નેહી શુભેચ્છકો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને નૂતન નવલા વર્ષની શુભકામનાઓની આપલે કરી હતી. શહેર સંગઠન સહીત સર્વે કાર્યકર્તાઓએ આ નૂતન સ્નેહ મિલનને સફળ બનાવવા માટે જહેમત ઉપાડી હતી.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
