<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

પોરબંદરના ચકચારી ખુન કેસમાં નવો વળાંક : આરોપી દ્વારા ફરીયાદી સામે બળાત્‍કારની કોર્ટમાં ફરીયાદ

ફરીયાદી હિત પોપટ સાથે જેની સગાઇ થયેલ તે આરોપી સુહાસીએ આક્ષેપ કરેલ કે હિતે અનેક વખત બળાત્‍કાર કરેલ : ગર્ભ રાખી દીધા બાદ ધામધમકી આપીને બળજબરીથી ગર્ભપાત કરાવેલ

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૩ :  સગાઇ તોડી નાખવા પ્રશ્‍ને ઝઘડામાં મંગેતરે તેની નણંદની હત્‍યા ના કેસમાં આરોપી મંગેતર સુહાસી જગદીશભાઇ રાયચુરા દ્વારા સુહાસી સામે ફરીયાદ કરનાર હિત કિરીટભાઇ પોપટ સામે કોર્ટમાં ફરીયાદ નોંધાવીને આક્ષેપ કરેલ કે હિતે વારંવાર બળાત્‍કાર ગુજારીને પોતાને ગર્ભ રાખી દીધેલ હતો અને ધામધમકી આપીને હોસ્‍પિટલમાં બળજબરીથી ગર્ભપાત કરાવી નાખ્‍યો હતો.

આરોપી દ્વારા ફરીયાદ સામે કોર્ટમાં ફરીયાદ નોંધાવતા ચકચાર ખુન કેસમાં નવો વળાંક આવ્‍યો છે.

સગાઇ તોડી નાખવાના મનદુઃખની બાબતમાં થયેલ ઝગડામાં વળંદાબેન વિશાલભાઈ નીર્મલ નુ ખુન થઈ ગયેલ હોવાનુ જણાવી તેના ભાઈ હીત કીરીટભાઈ પોપટ ઘ્‍વારા પોલીસ માં ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપીઓ એટલેકે હિત ની સગાઈ થયેલ હતી તે સુહાસી જગદીશભાઈ રાયચુરા, તેના પિતા જગદીશભાઈ રાયચુરા તથા તેના માતા શિલ્‍પાબેન રાયચુરા સામે કમલાબાગ પોલીસ સ્‍ટેશનમમાં ફરીયાદ લખાવેલી હતી અને ફરીયાદ અનુસંધાને પોલીસ ધ્‍વારા ત્રણેયઆરોપીઓની ધરપકડ કરી  કોર્ટમાં રજુ કરતા અને આરોપીઓ વતી જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણી રોકાયેલા અને તેઓએ કોર્ટમાં દલીલ કરી હતી.  જણાવેલ કે આરોપી પોતાનુ નીવેદન લખાવવા માંગતા હોય અને ફરીયાદ કરવા માંગતા હોય પરંતુ પોલીસ ઘ્‍વારા તેની ફરીયાદ લેવામા આવતી ન હોય અને નામદાર કોર્ટ ને ડાયરેકટ ફરીયાદ લેવાની સતા હોય તેવી દલીલ કર

એડી ચીફ જયુડી મેજી શ્રી મનસુંરી મેડમ ધ્‍વારા પણ કાય દાની જોગવાઈ ઓ ઘ્‍યાને લઈ ઈનકેમેરા આરોપી સુહાસી જગદીશભાઈ રાયચુરા નુ સોગંદ ઉપર નીવેદન લીધેલ હતુ અને તેમા સુહાસી એ ફરીયાદ કરનાર હીત કિરીટભાઈ પોપટ સામે તથા તેના માતા-પિતા સામે ગંભીર આક્ષેપો કરી અને હીત પોપટ ઘ્‍વારા તેની ઉપર તેની ઈચ્‍છા વીરૂધ્‍ધ અનેક વાર બળાત્‍કાર કરેલ હોવાનુ અને ૅગર્ભૅ રાખી દીધેલ હોવાના કારણે અને ત્‍યારબાદ દબાવી ધમકાવી અને ધાક ધમકી આપીને હોસ્‍પીટલમાં ફરજીયાત ૅગર્ભપાતૅ કરાવેલ હોય.

મતલબ ની વીગતવાર ની ફરીયાદ મેજીસ્‍ટ્રેટ રૂબરૂ લખાવેલી હતી અને તે રીતે આ કેશમાં નવો વળાંક આવેલ છે અને જો આ બાબતે પોલીસ ઘ્‍વારા યોગ્‍ય તપાસ કરીને ગુન્‍હો દાખલ કરે તો ખુન કેશ ના ફરીયાદી એ પણ બળાત્‍કાર ના કેશમાં જેલ જવુ પડે તેવી સંભાવના ઓ ઉભી થયેલ છે. આરીતે આ કેશમાં હજી તો પોલીસ તપાસ શરૂ થાય તે પહેલા જ કાનુની વીવાદો શરૂ થઈ ગયેલ છે.

આ કેસના કામમા ત્રણેય આરોપીઓ વતી એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી, અનિલ ડી. સુરાણી, નવધણ જાડેજા, રોકાયેલા હતાં.

(1:25 PM IST)