<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

ધોરાજી તાલુકાના તોરણીયા ગામે ફલોર મીલ ચલાવતા વેપારીના આત્‍મહત્‍યા કેસમાં એક નવો વળાંક : ફરિયાદના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ર૬ :  તાલુકાના તોરણીયા ગામે અનાજ દળવાની ઘંટી (ફ્‌લોર મીલ) ચલાવતા અને ધોરાજીમાં રહેતા સચિનભાઈ વિનોદભાઈ ભદ્રેસરાએ પોતાના જૂના મકાનમાં ગળાફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લીધી હતી. ઘટનાના પગલે તેમને તાત્‍કાલિક ધોરાજી સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા, જ્‍યાં ફરજ પરના તબીબોએ તેમને મળત જાહેર કર્યા હતા.

ઘટનાની બાબતે ધોરાજીના ડેપ્‍યુટી એસપી સિમરન ભારદ્વાજ ના માર્ગદર્શન હેઠળ ધોરાજી તાલુકાના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર ઉપરોક્‍ત બાબતની તપાસ હાથ કરી છે

સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે

સચિનભાઈએ આત્‍મહત્‍યાનું આ અંતિમ પગલું ભરતા પહેલા એક સુસાઈડ નોટ લખી હતી, જેમાં તેમની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ મામલે મળતકની પત્‍ની જયશ્રીબેન ભદ્રેસરાએ ધોરાજી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી

ફરિયાદ મુજબ, સચિનભાઈએ જૂનાગઢના ખામધોરલ રોડ પર સાંઈબાબા મંદિર પાસે આવેલો પોતાનો એક પ્‍લોટ પ્રવિણભાઈ મસાલીયાને વેચ્‍યો હતો, જેના ૨૧,૦૦,૦૦૦ (એકવીસ લાખ) રૂપિયા લેવાના બાકી હતા.

આ ઉપરાંત, જૂનાગઢના સ્‍વસ્‍તિક નગરમાં આવેલું તેમનું મકાન હર્ષદભાઈ મસાલીયાને વેચ્‍યું હતું, જેના પણ ૯,૫૦,૦૦૦ (નવ લાખ પચાસ હજાર) રૂપિયા આજદિન સુધી ચૂકવવામાં આવ્‍યા નહોતા.

બાકી નીકળતા રૂપિયા માટે સચિનભાઈએ અવારનવાર રજૂઆતો કરી હતી, પરંતુ આરોપીઓ દ્વારા જો કોઈને વાત કરશો તો રૂપિયા નહીં આપવાની ધમકીઓ આપવામાં આવતી હતી. અંતે વસૂલાત ન થતાં અને સતત ધાક-ધમકીઓથી કંટાળીને સચિનભાઈએ આત્‍મહત્‍યા કરી લીધી હતી. ધોરાજી પોલીસે સુસાઈડ નોટ અને ફરિયાદના આધારે તપાસ ચલાવીને જૂનાગઢના બંને આરોપીઓ પ્રવિણભાઈ મસાલીયા અને હર્ષદભાઈ મસાલીયાને ઝડપી પાડી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

ઉપરોક્‍ત બનાવવાની ડેપ્‍યુટી એસપી સિમરન ભારદ્વાજ ના માર્ગદર્શન હેઠળ ધોરાજી તાલુકા પોલીસ તપાસ હાથ ધરી છે

(11:55 AM IST)