તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
વિરાટ વિજય દિવસ અંતર્ગત દ્વારકાધીશના જગતમંદિર પર નૂતન ધ્વજારોહણ

દ્વારકા તા. ર૩: સને ૧૯૬પના વર્ષમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુધ્ધમાં રાત્રીના સમયે પાકિસ્તાનના નૌકાદળે દ્વારકા ઉપર બોમ્બવર્ષા કરી હતી. પરંતુ મંદિરને કોઇ આંચ આવી ન હતી અને દ્વારકાવાસીઓનો આબાદ બચાવ થયો હતો. દ્વારકાવાસીઓ આ બચાવને ભગવાન દ્વારકાધીશની કૃપા માને છે અને તેથી દર વર્ષે વામન જયંતિના દિવસે વિરાટ વિજય દિવસ મનાવાય છે. વિરાટ વિજય દિવસ અંતર્ગત દ્વારકા ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા દ્વારકાધીશ મંદિરના શિખર પર ધ્યજારોહણ કરી ઉજવણી કરવામાં આવી હતી.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
