<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

ઓખામાં ૬૦ જેટલાં મંદિરોમાં નૂતન ધ્‍વજારોહણઃ ભવ્‍ય ધાર્મિક

શ્રી ખોડિયાર મંદિરનાં સાનિધ્‍યમાં શાષોક્‍ત વિધિથી ધ્‍વજાજીની પૂજા-અર્ચના કરાઈ

(દિવ્‍યેશ જટાણીયા દ્વારા) મીઠાપુર, તા.૨૬: ઓખા ખાતે સમુદ્રકિનારે આવેલા શ્રી ખોડિયાર માતાજીનાં મંદિરનાં સાનિધ્‍યમાં નવરાત્રિ મહોત્‍સવ બાદ શ્રી મિત્ર મંડળ અને શ્રી ખોડિયાર મિત્ર મંડળ દ્વારા ૬૦ જેટલાં મંદિરોમાં નૂતન ધ્‍વજારોહણનો અનોખો અને ભવ્‍ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે વિવિધ મંદિરો માટે અલગ-અલગ રંગો અને માપની ધર્મધ્‍વજાઓ તૈયાર કરવામાં આવી હતી. શ્રી ખોડિયાર માતાજીના મંદિરનાં પટાંગણમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાષોક્‍ત વિધિ-વિધાન સાથે તમામ ધ્‍વજાજીઓની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ઓખાનાં જ માઈભક્‍તો અને યજમાનોએ શ્રદ્ધાભેર સામૂહિક પૂજામાં સહભાગી બની માતાજીનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

ત્‍યારબાદ ૬૦ જેટલાં મંદિરોમાં નૂતન ધ્‍વજારોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

ધર્મધ્‍વજાનાં માધ્‍યમથી આસ્‍થા, શ્રદ્ધા અને સનાતન સંસ્‍કૃતિની ભાવનાને ઉજાગર કરતા આ ધાર્મિક આયોજનથી ઓખાનાં ધાર્મિક વાતાવરણમાં ભક્‍તિમય રંગ છવાયો હતો.

આ આયોજન દ્વારા મંદિર પરંપરા, ધાર્મિક સંસ્‍કાર અને સામૂહિક ભક્‍તિભાવને નવી ઊર્જા મળતાં માઈભક્‍તોમાં આનંદ અને ઉત્‍સાહની લાગણી પ્રસરી હતી

(10:20 AM IST)