News of Thursday, 29th October 2026
ગોંડલ યાર્ડમાં મરચાંની નવી સિઝનની ધમાકેદાર શરૂઆત : રૂ.૧૧,૦૦૧ના રેકોર્ડ બ્રેક ભાવે મુહૂર્ત
ખેડૂતોમાં અને વેપારીઓમાં ભારે ઉત્સાહ : શુભ મુહૂર્તમાં શ્રીફળ વધેરાયું : બજારમાં તેજીનો સંકેત

ગોંડલ તા.૨૯: સૌરાષ્ટ્રનું હૃદય ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે મરચાંની નવી સિઝનનો શુભારંભ ઐતિહાસિક રહ્યો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે નવી સિઝનના મરચાંના ભાવમુહૂર્તમાં સીધો રૂ. ૧૧,૦૦૧ પ્રતિ મણ (૨૦ કિલો) નો ઊંચો ભાવ બોલાયો છે.
દર વર્ષે ગોંડલ યાર્ડમાં મરચાંના ભાવમુહૂર્તને લઈને ખેડૂતોમાં ભારે ઉત્સુકતા હોય છે. આ વર્ષે સિઝનની શરૂઆતમાં જ ૧૧ હજારને પાર ભાવ ખુલતા જ ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. સામાન્ય રીતે શરૂઆતમાં ૭ થી ૮ હજારની આસપાસ ભાવ રહેતો હોય છે, ત્યારે આ વર્ષે સીધો ૧૧,૦૦૧ નો ભાવ બોલાતા બજારમાં તેજીનો સંકેત મળ્યો છે.
આજે વહેલી સવારે યાર્ડમાં વિધિવત પૂજા-અર્ચના કરી, શ્રીફળ વખ્ધેરીને મરચાંની હરાજીનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુહૂર્તની પ્રથમ હરાજીમાં જ સારી ક્વોલિટીના મરચાં લાવનાર ખેડૂતને આ રેકોર્ડ ભાવ મળ્યો હતો.
ભાવમુહૂર્ત સમયે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન, ડિરેક્ટરો, વેપારી મિત્રો, કમિશન એજન્ટો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. વેપારીઓના જણાવ્યા મુજબ, આ વખતે વરસાદ સારો થવાને કારણે મરચાંની ક્વોલિટી સારી છે અને બજારમાં માગ પણ સારી રહેવાની આશા છે.
ગોંડલ યાર્ડ એ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરમાં મરચાં, જીરું અને કપાસ માટે જાણીતું છે. અહીંથી મરચાંની નિકાસ વિદેશ સુધી થાય છે.
ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, સિઝનની શરૂઆતમાં જ આટલો ઊંચો ભાવ મળવો એ સમગ્ર વર્ષ માટે શુભ સંકેત છે. આગામી દિવસોમાં આવક વધશે તેમ છતાં ભાવ ૮,૦૦૦ થી ઉપર જળવાઈ રહેશે તેવી આશા સેવાઈ રહી છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
