તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
ઉપલેટાની ૨૫૦૦૦ની સામાન્ય જનતાને માટે નાગનાથ ચોકના મોજ નદીનો નવો પુલ બનાવવા યુવક કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર

ઉપલેટાઃ છેલ્લા પાંચ વર્ષથી મોજ નદી ઉપરના ગોંડલ સ્ટેટ વખતના પુલ ને બંને સાઈડમાં એંગલ મારી તંત્ર દ્વારા મોટા વાહનો માટે રસ્તો બંધ કરતા એસટી અને ખાનગી ટ્રાવેલ સહિતના પેસેન્જર વાહનો એ મોટા શહેરોના રૂટો બંધ કરાતા અડધા ઉપલેટા ની અંદાજે ૨૫૦૦૦ની સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ ગયેલ છે. ખાનગી વાહનોના ઊંચા ભાડાથી લૂંટાઈ રહી છે તે બાબતે યુવક કોંગ્રેસ દ્વારા વિશાળ હાજરી સાથે તાત્કાલિક નવો પુલ બનાવવાની માગણી સાથે મામલતદારને આવેદનપત્ર આપેલ છે. આવેદનપત્રમાં વધુમાં જણાવેલ છે કે જ્યાં સુધી પુલ નવો ન બને ત્યાં સુધી એસ.ટી.એ બંધ કરેલા રૂટો ફરીથી ચાલુ થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગણી કરેલ છે.(તસવીરઃ ભોલુ રાઠોડ-ઉપલેટા)
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
