<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

જામનગરમાં નવરાત્રીનો ખુમાર: ખેલૈયાઓમાં 'વનતારા' થીમ આધારિત અને યુનિક ચણિયાચોળીનો ક્રેઝ, ખરીદી માટે બાઝારમાં ભારે ભીડ

​ટ્રેડિશનલ લૂકમાં આધુનિકતાનો તડકો: વન્યજીવ અને પ્રકૃતિની થીમવાળા ગરબા ડ્રેસ યુવાનોની પહેલી પસંદ બન્યા

​જામનગર:મા અંબાના આરાધના પર્વ નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે છોટી કાશી ગણાતા જામનગરમાં યુવાધન પર નવરાત્રીનો ફીવર બરાબરનો છવાયો છે. ખેલૈયાઓ ગરબાના તાલ પર ઝૂમવા માટે અત્યારથી જ તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. આ વર્ષે જામનગરના બજારોમાં ખાસ કરીને 'વનતારા' (Vantara) થીમ પર આધારિત અને અવનવી સ્ટાઇલની ચણિયાચોળી અને ટ્રેડિશનલ વસ્ત્રોની ખરીદી માટે ભવ્ય માહોલ જોવા મળી રહ્યો છે.

​શહેરના પ્રખ્યાત શોપિંગ વિસ્તારો અને બજારોમાં ખેલૈયાઓનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, આ વખતે પરંપરાગત આભલા અને ભરતકામની સાથે સાથે 'વનતારા' થીમ એટલે કે પ્રકૃતિ, વન્યજીવો (હાથી, વાઘ, હરણ વગેરે)ની ડિઝાઈન ધરાવતી ચણિયાચોળી અને કેડિયાની ભારે ડિમાન્ડ છે. યુવાનો નવરાત્રીના નવે-નવ દિવસ અલગ અને યુનિક લૂક મેળવવા માટે અત્યારથી જ મેચિંગ જ્વેલરી અને ડ્રેસનું કસ્ટમાઈઝેશન કરાવી રહ્યા છે.

​બજારોમાં કરોડોનો વેપાર, વેપારીઓમાં ઉત્સાહ
છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વખતે ટ્રેડિશનલ ડ્રેસિસમાં અનેક નવી વેરાયટીઓ માર્કેટમાં આવી છે. માત્ર બહેનો જ નહીં પરંતુ ભાઈઓમાં પણ યુનિક થીમ આધારિત કુરતા અને કેડિયાનો ક્રેઝ વધ્યો છે. નવરાત્રી પૂર્વે જામનગરના કાપડ અને જ્વેલરી માર્કેટમાં મોટો ધમધમાટ જોવા મળી રહ્યો છે, જેનાથી વેપારીઓ પણ ભારે ઉત્સાહમાં છે.

(12:27 PM IST)