તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
પોરબંદરની મુલાકાતે મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ હેમલતાબેન ચૌધરી
સંગઠનની પુનઃ રચના કરીને લોક પ્રશ્નોને વાચા આપવા આગેવાનો અને કાર્યકર્તાઓને માર્ગદર્શન : ગાંધીજી અને કસ્તુરબાને અંજલી આપી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૩૦ : ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (ખ્ત્ઘ્ઘ્) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મહિલાના રાષ્ટ્રીય સચિવ અને ગુજરાતના પ્રભારી હેમલતાબેન ચૌધરી પધાર્યા હતા. સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પવિત્ર જન્મભૂમિ કીર્તિ મંદિર ખાતે મુલાકાત લીધી હતી, જ્યાં પૂજ્ય બાપુ અને કસ્તુરબાના તૈલીચિત્રો સમક્ષ સૂતરની આંટી અર્પી અંજલિ આપી ધન્યતા અનુભવી હતી.
કીર્તિ મંદિરની મુલાકાત બાદ કોંગ્રેસના સૌ પદાધિકારીઓ, અગ્રણી આગેવાનો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં આગામી વર્ષ ૨૦૨૭માં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ કઈ રીતે ભવ્ય વિજય મેળવી શકે અને સંગઠનને કેવી રીતે વધુ મજબૂત કરી શકાય તે બાબતે સઘન ચર્ચાઓ કરવામાં આવી હતી. ગુજરાત પ્રભારી હેમલતાબેન ચૌધરીએ પાયાના સ્તરેથી સંગઠનની પુનઃરચના કરવા, જનતાના પાયાના પ્ર‘ોને વાચા આપવા અને ઘરે-ઘરે સુધી પક્ષની લોકકલ્યાણની વિચારધારા પહોંચાડવા માટે વિસ્તળત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સંગઠનાત્મક બેઠક અને મુલાકાત દરમિયાન ગીર સોમનાથ જીલ્લાના કોંગ્રેસ સેવાદળ પ્રભારી કાંતિભાઈ બુધેચા જીલ્લા સેવા દળના પ્રમુખ હરીશભાઈ મજીઠીયા, સેવા દળના શહેર પ્રમુખ અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવરસ, પૂર્વ શહેર પ્રમુખ વિપુલ ચંદારાણા જીલ્લા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ હીરાબેન ચામડિયા તથા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ શાંતાબેન મારુ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસના સક્રિય કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જોડાઈને આગામી ૨૦૨૭ના લક્ષ્યાંકને સફળ બનાવવા સંકલ્પબદ્ધ થયા હતા.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
