News of Wednesday, 7th October 2026
ટંકારા તાલુકાના હીરાપર ગામે નર્મદાની મેઈન લાઈન તૂટી: હાઈવે પર જળબંબાકાર : લાખો લિટર પાણી વેડફાયુ
મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ થતાં રસ્તો નદીમાં ફેરવાયો : વાહનચાલકોને હાલાકી : તંત્ર દોડતું થયું

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૭ : ટંકારા તાલુકાના હીરાપર ગામ નજીક નર્મદા યોજનાની મેઈન પાણીની પાઈપલાઈન તૂટી જતા હાઈવે ઉપર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
મેઈન લાઈનમાં અચાનક ભંગાણ થતા પાણીનો જબરદસ્ત પ્રવાહ ફૂટી નીકળ્યો હતો. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે સ્થળ પર જળ રસ્તા નદી માફક વહેવા લાગ્યા હતા. થોડી જ વારમાં આખો હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
આ ભંગાણને કારણે લાખો લિટર શુદ્ધ પીવાનું પાણી વહી જતા પાણીનો વ્યય થયો છે. ઘટનાને પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઘટનાની જાણ થતા જ નર્મદા વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો પુરવઠો બંધ કરી સમારકામની કામગીરી હાથ ધરી છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
