News of Saturday, 19th September 2026
વાંકાનેરમાં ‘માર્કેટ ચોક કા રાજા' ગણેશ મહોત્સવમાં નરેન્દ્રભાઇના જન્મદિવસની ઉજવણી
મહાઆરતી, ૭૭ કિલોનો લાડુ અને રંગોળીથી ઉજવણી; દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના : જીતુભાઇ સોમાણીની આગેવાનીમાં આયોજન

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૯: ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીના સંચાલનમાં ‘માર્કેટ ચોક કા રાજા' ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત ગણેશ પંડાલમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દીવડા પ્રગટાવી મહાઆરતી - કરવામાં આવી હતી. પંડાલમાં નરેન્દ્રભાઈ મોદીની આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી હતી, જ્યારે ૭૭ કિલોનો લાડુ ગણેશજીને પ્રસાદરૂપે ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી હિરેનભાઈ પારેખ, વાંકાનેર નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના કાઉન્સિલરો, પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વાંકાનેર શહેર તથા તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. ધાર્મિક આસ્થા અને જાહેર ભાગીદારીના માહોલ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ગણેશ મહોત્સવની ધાર્મિક ઉજવણી સાથે જન્મદિવસની આ ઉજવણીએ પંડાલમાં ઉત્સવનો માહોલ સર્જ્યો હતો.
આજના આ મોદીજીના જન્મોત્સવ પ્રસંગે બનાવેલ ૭૭ કિલોનો મહાલાડુ ૧૦૦૮ દિવડાઓની વિધ્નહર્તાની મહાઆરતી બાદ ઉપસ્થિત ગણેશ ભકતજનોને પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવેલ હતો.
સફળ બનાવવા એએમપીસીના ડીરેકટર અશ્વિનભાઇ મેઘાણી, ડાયાલાલ સરૈયા, રાજભાઇ સોમાણી, અમિત સેજપાલ, જીજ્ઞેશભાઇ રાજવીર (મુનાભાઇ), ચેતનગીરી ગોસ્વામી, હર્ષદભાઇ ગોહેલ, પ્રતાપભાઇ બારોટ (પાટીલ), ચિગારભાઇ સોલંકી, પાલીકા સદસ્ય દિનેશભાઇ સોલંકી, પઢીયારભાઇ, બ્રિજરાજસિંહ રાણા, મનુભાઇ ડી. જે. સહીત ભા.જ.પ.ના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવેલ હતી.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
