<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

ગોંડલમાં કામધંધો ન ચાલતાં હીરાઘસુ કલ્‍પેશભાઇ સિદપરાનો આપઘાત

વેરી તળાવ નજીક ડેમ પાસે ઝેર પી લીધું: રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૧: ગોંડલમાં રહેતાં હીરાઘસુ યુવાને કામધંધો ચાલતો ન હોઇ કંટાળી જઇ ગામ નજીક વેરી તળાવ ખાતે જઇ ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્‍યુ થયું છે. જાણવા મળ્‍યા મુજબ ગોંડલ નવા યાર્ડ પાછળ શ્રીનાથજી પાર્ક-૧માં રહેતાં કલ્‍પેશભાઇ છગનભાઇ સિદપરા (ઉ.વ.૪૨) નામના યુવાને રવિવારે બપોરે સુરેશ્વર વેરી તળાવ પાસે આવેલા ડેમ નજીક ઝેરી દવા પી લેતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ગોંડલ એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર કલ્‍પેશભાઇ બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં બે દિકરા છે. બે વર્ષ પહેલા તેમને અકસ્‍માત નડતાં બ્રેઇન હેમરેજ થઇ ગયું હતું. હાલમાં હીરા ઘસી ગુજરાન ચલાવતાં હતાં. પણ કામધંધો ચાલતો ન હોઇ કંટાળી જતાં પગલુ ભર્યાનું જણાવાયું હતું.  

(11:44 AM IST)