તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
જુનાગઢના વંથલીના ખોરાસા ગામમાં 131 વર્ષ જૂના વેંકટેશ દેવસ્થાન ખાતે નંદોત્સવ અને લઠા ઉત્સવની ભવ્ય ઉજવણી
સમગ્ર ગામ ગોકુળિયું બન્યું હોય તેવો ભક્તિમય માહોલ: ઉત્સવમાં 30 ફૂટ ઊંચા સ્તંભ પર મટકી ફોડનો રોમાંચક ખેલ યોજાયો:11 સામે 22 યુવાનો વચ્ચે જામેલા જંગમાં પાણીના કુંડમાં મટકી ફોડવાનો પડકાર

જુનાગઢના વંથલી તાલુકાના ખોરાસા ગામમાં 131 વર્ષ જૂના વેંકટેશ દેવસ્થાન ખાતે નંદોત્સવ અને લઠા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર ગામ ગોકુળિયું બન્યું હોય તેવો ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો આ ઉત્સવમાં 30 ફૂટ ઊંચા સ્તંભ પર મટકી ફોડનો રોમાંચક ખેલ યોજાયો હતો ગ્રીસ અને માખણથી સ્તંભને લપસણો બનાવવામાં આવ્યો હતો, જેના કારણે મટકી ફોડવા યુવાનોને ભારે મથામણ કરવી પડી હતી 11 સામે 22 યુવાનો વચ્ચે જામેલા જંગમાં પાણીના કુંડમાં મટકી ફોડવાનો પડકાર પણ જોવા મળ્યો હતો દરમિયાન ભારે પ્રયાસો બાદ યુવાનોએ મટકી ફોડી હતી. આ રોમાંચક સ્પર્ધા નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
