તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Friday, 22nd May 2026
ધ્રોલ તાલુકા પંચાયતમાં પ્રમુખ - ઉપપ્રમુખના નામો બિન હરીફ જાહેર થયા
પ્રમુખ તરીકે પ્રવીણભાઈ લીમ્બાસીયા અને ઉપપ્રમુખ તરીકે ઉર્મિલાબેન દલસાણીયા બિનહરીફ જાહેર

જામનગર: ધ્રોલ તાલુકા પંચાયતમાં પ્રમુખ - ઉપપ્રમુખના નામની આજે બિનહરીફ જાહેરાત કરવામાં આવી છે.હવે અહીં ચૂંટણીને અવકાશ રહેતો નથી.
જામનગર જિલ્લાની ધ્રોલ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે ગત તારીખ ૨૬ એપ્રિલ ના મતદાન અને ૨૮ એપ્રિલ ના મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
આ પછી પ્રમુખ ઉપપ્રમુખ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં આજે પ્રમુખ તરીકે પ્રવીણભાઈ લીમ્બાસીયા અને ઉપપ્રમુખ તરીકે ઉર્મિલાબેન દલસાણીયા ના નામની બિનહરીફ જાહેરાત કરવામાં આવી છે.
ધ્રોલ તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકોમાંથી ભાજપને ૧૪ બેઠકો મળી હતી જયારે આમ આદમી પાર્ટીના ફાળે બે બેઠકો ગઇ હતી.
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
