<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

નળ સરોવર પર શિકારી તત્‍વોનો ડોળોઃ ૧૪૧ પક્ષીઓ ભરેલા ૫ થેલા મળ્‍યાઃ ૩૫ના મોત, ૫ ઘાયલ

કાયલા ગામ પાસે વન સંરક્ષણનું વાહન જોતા જ એક્‍ટિવા પર જતા બે શખ્‍સો થેલા ફેંકીને ભાગ્‍યા, ૧૦૧ પક્ષીઓને ફરી કુદરતના ખોળે છોડાયા, ૫૫થી વધુ કર્મીઓની ટીમ સાથે ૨૪ કલાક પેટ્રોલિંગ, SRP જવાનો તૈનાત કરવાની માંગ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૬: નળ સરોવર પક્ષી અભયારણ્‍યના જળ પ્‍લાવિત અમદાવાદ અને સુરેન્‍દ્રનગર જિલ્લા સીમાડામાં વિશાળ પથરાયેલા સરોવર વિસ્‍તારમાં દેશ અને વિદેશમાંથી આવી શિયાળાની મૌસમમાં આશિયાના બનાવતા પક્ષીઓના શિકારની પ્રવળત્તિમાં શિકારીઓ બેફામ બન્‍યા છે, ત્‍યારે અભયારણ્‍યના વિસ્‍તારમાંથી તાજેતરમાં શિકાર કરેલા પક્ષીઓ ભરેલા પાંચ થેલા વન સંરક્ષણ ટીમે કાયલા ગામ નજીકમાંથી રસ્‍તા પરથી કબજે કરીને તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ તારીખ ૨૧, નવેમ્‍બર શનિવારના રોજ સાત કલાક આસપાસ સમયમાં એક્‍ટિવા પર બે વ્‍યક્‍તિઓ શિકાર કરેલા દેશ-વિદેશના પક્ષીઓ ભરેલા થેલા લઈને નળ સરોવર નજીકમાંથી જઈ રહ્યા હતા, દરમ્‍યાન કાયલા ગામ પાટિયા પાસે વન સંરક્ષણના વાહનને જોઈને એક્‍ટિવા પર જઈ રહેલા બંને શખ્‍સોએ પોતાની પાસે રહેલા થેલા રસ્‍તા પર ફેંકી દીધા હતા અને ભાગી ગયા હતા, વન સંરક્ષણ કર્મી દ્વારા થેલાઓ પાસે પહોંચી તપાસતા પાંચ થેલામાં શિકાર કરેલા પક્ષીઓ ભરેલા હતા, જેથી થેલા કબજે કર્યા હતા અને તાબડતોબ થેલા ખાલી કરી તપાસતા વિવિધ જાતિના કુલ ૧૪૧ પક્ષીઓ હતા, જેમાં ૩૫ના મળત્‍યુ નીપજ્‍યા હતા, પાંચ ઘાયલ હતા, બાકી ૧૦૧ તંદુરસ્‍ત હોવાથી તેને ફરી કુદરતના ખોળે છોડી દેવાયા હતા, મળત તેમજ ઘાયલ પક્ષીઓને અમદાવાદ વાઈલ્‍ડ કેર સેન્‍ટરમાં ખસેડાયા હતા, નળ સરોવર વન સંરક્ષણ વિભાગ દ્વારા બે અજાણ્‍યા વ્‍યક્‍તિઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, પરંતુ હજુ સુધી ભાગી ગયેલા શિકારીઓ દબોચાયા નથી, નળ સરોવર પક્ષી અભયારણ્‍યમાં આ વખતે શિયાળાની મૌસમની શરૂઆતમાં જ શિકારીઓ નિર્દોષ વિહંગોના શિકાર વળત્તિમાં બેફામ બનતા તેમને જેર કરવા અભયારણ્‍યમાં હાલ ચોવીસ કલાક પેટ્રોલિંગ હાથ ધરાયું છે, ૫૫થી વધુ કર્મીઓની ટીમો કાર્યરત કરી દેવાઈ છે,

 સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે, વધુમાં એસ.આર.પી. પોલીસ જવાનો તૈનાત કરવા માંગ કરવામાં આવી હોવાનું રેન્‍જ ફોરેસ્‍ટ અધિકારી ધવલ દેસાઈ દ્વારા જાણવા મળ્‍યું છે

(1:48 PM IST)