તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
ભાવનગરના સોનગઢ ખાતે આયોજિત ૨૦મા ગુજરાત રાજ્ય કક્ષાના ગણિત મહોત્સવમાં નાકરા પ્રાથમિક શાળાનું ગૌરવ : મોડેલ પ્રેઝન્ટેશન, રોલ પ્લે અને ક્વિઝમાં વિદ્યાર્થીઓએ મેળવ્યા મેડલ
ખગોળશાસ્ત્રી ડૉ. જે. જે. રાવલ, ઈસરોના વૈજ્ઞાનિક પરેશ સરવૈયા અને નાસાના વૈજ્ઞાનિક ડૉ. એકતા શાહની વિશેષ ઉપસ્થિતિ : શિક્ષિકા પૂજાબેન એન. બાબરીયાએ પણ ગણિત વિષય પર પ્રેઝન્ટેશન રજૂ કરી જીત્યા મેડલ અને સર્ટિફિકેટ

સોનગઢ: ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા ૨૦મા ગુજરાત રાજ્ય કક્ષાના ગણિત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યકક્ષાના મહોત્સવમાં નાકરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષિકાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું નામ રોશન કર્યું છે.
આ ગણિત મહોત્સવમાં પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ડૉ. જે. જે. રાવલ, ઈસરોના વૈજ્ઞાનિક પરેશ સરવૈયા તેમજ નાસાના વૈજ્ઞાનિક ડૉ. એકતા શાહ સહિતના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતભરમાંથી આશરે ૪૫ જેટલા શિક્ષકો અને ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં નાકરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રો જેવા કે મોડેલ પ્રેઝન્ટેશન, રોલ પ્લે અને ગણિત ક્વિઝમાં સફળતાપૂર્વક ભાગ લઈ મેડલ તથા સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યા હતા. આ ઉપરાંત શાળાના શિક્ષિકા પૂજાબેન એન. બાબરીયાએ પણ ગણિત વિષય પર પ્રભાવશાળી પ્રેઝન્ટેશન રજૂ કરીને મેડલ અને સર્ટિફિકેટ મેળવ્યા હતા. નાકરા શાળા પરિવારની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ સર્વત્ર અભિનંદન વર્ષા થઈ રહી છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
