<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

બોટાદના એક કરોડના કથિત તોડકાંડમાં રહસ્‍યના તાણાવાણા

હજૂ સુધી પીડિતોએ પોલીસ ફરિયાદ કેમ નથી કરી? જવાબદાર વ્‍યક્‍તિઓના નામ જાહેર કેમ નથી કરાતા? સમગ્ર મામલે તથ્‍યો કરતાં આક્ષેપો અને રાજકીય નિવેદનો વધુ ચર્ચામાં: ગૃહ વિભાગ દ્વારા નિષ્‍પક્ષ તપાસ થાય તો મોટુ કૌભાંડ બહાર આવશે

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૮: બોટાદમાં પોલીસ અને અમુક રાજકીય આઞેવાનો દ્વારા એક કરોડ રૂપિયાના કથિત ‘તોડકાંડ'ના આક્ષેપને લઈને છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્‍યારે સમગ્ર મામલાને લઈને કેટલીક બાબતો એવી છે કે જે ઘટનાની વાસ્‍તવિકતા સુધી પહોંચવા માટે ગંભીર તપાસની જરૂરિયાત દર્શાવે છે ખાસ કરીને ઘટના ૧૫ થી ૧૬ ઓગસ્‍ટ આસપાસની હોવાનું કહેવાય રહ્યું છે પરંતુ આ ઘટના હકીકત પણે બની છે કે પછી માત્ર રાજકીય યુધ્‍ધ છે? ઘટનાના આશરે ૨૦ દિવસ બાદ આ મામલો અચાનક રાજકીય મુદ્દો બનવાનું કારણ શું છે તે પ્રશ્ન હાલ ચર્ચાના કેન્‍દ્રમાં આવ્‍યો છે આ બનાવની ગૃહ વિભાગ દ્વારા યોગ્‍ય તપાસ કરવામાં આવે તો મોટુ કૌભાંડ બહાર આવશે.

બોટાદમાં ઓન લાઇન ગેમીંગ કાંડમાં કોળી સમાજના યુવાનો ભોગ બન્‍યા છે ત્‍યારે સમાજના આઞેવાનોએ મોરચો માંડ્‍યો છે ત્‍યારે ખરેખર કોઈ વ્‍યક્‍તિને માર મારવામાં આવ્‍યો હોય અથવા તેની પાસેથી મોટી રકમની કથિત માગણી કરવામાં આવી હોય તો અત્‍યાર સુધી પોલીસ ફરિયાદ કેમ કરવામાં આવી નથી? પીડિત વ્‍યક્‍તિ કે તેના પરિવારજનો દ્વારા સત્તાવાર રીતે પોલીસ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે કે કેમ તે પણ સ્‍પષ્ટ થવું જોઈએ અને સમાજના આઞેવાનો ભોગ બનનાર પરીવારની પડખે ઉભા છે એ આવકાર દાયક છે પણ આઞેવાનો દ્વારા પણ હજુ સુધી પીડિત  યુવકનુ કે તોડ કરનારના નામ કેમ નથી આપ્‍યા એ પણ હાલ ચર્ચાનો વિષય બન્‍યો છે.

આ સમગ્ર પ્રકરણમાં સૌથી મોટો સવાલ પીડિત તરીકે રજૂ કરવામાં આવી રહેલી વ્‍યક્‍તિઓ અંગે છે જો તેઓ ખરેખર આ ઘટનાના ભોગ બન્‍યા હોય તો અત્‍યાર સુધી તેમના દ્વારા જાહેરમાં આવીને પોતાનું નિવેદન કેમ આપવામાં આવ્‍યું નથી ? પોલીસ સમક્ષ ફરિયાદ,લેખિત રજૂઆત કે સત્તાવાર નિવેદન આપવામાં આવ્‍યું હોય તો તેની વિગતો પણ જાહેર ચર્ચામાં આવવી જોઈએ જો કે આ પીડિત લોકો પણ કયાંક ઞુનામા સામેલ તો નથી ને તેવી પણ ચર્ચા ચાલે છે.

માત્ર આક્ષેપો ચર્ચાઓ અને રાજકીય નિવેદનોના આધારે કોઈ વ્‍યક્‍તિને દોષિત માનવી યોગ્‍ય ન ગણાય ઘટનાની હકીકત જાણવા માટે પીડિતો, સાક્ષીઓ, પોલીસ અને અન્‍ય સંબંધિત વ્‍યક્‍તિઓના સત્તાવાર નિવેદનો મહત્‍વપૂર્ણ બની રહે છે.

પીડિતો અથવા તેમના પરિવારજનોને ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવે છે તો આ પણ ગંભીર બાબત છે પરંતુ ધમકી કોણે આપી,કયારે આપી, કયા પ્રકારની ધમકી આપવામાં આવી અને તેની પોલીસમાં જાણ કરવામાં આવી છે કે નહીં તેવા મૂળભૂત પ્રશ્નોના સ્‍પષ્ટ જવાબો હજુ સામે આવવાના બાકી છે ધમકીનો આક્ષેપ કરવામાં આવે અને સાથે જ ધમકી આપનાર વ્‍યક્‍તિનું નામ કે ઘટનાની સત્તાવાર વિગતો જાહેર ન કરવામાં આવે તો સ્‍વાભાવિક રીતે અનેક પ્રશ્નો ઊભા થાય જો કે આ બનાવમાં પોલીસ સામે જ આક્ષેપ કરવામા આવ્‍યા છે ત્‍યારે પીડિત પરીવાર ન્‍યાય માટે કયા જાય ? આક્ષેપોમાં રાજકીય નેતા અથવા પોલીસ અધિકારીની ભૂમિકા હોવાનો દાવો કરવામાં આવે છે તેમા માત્ર સંકેતો અને ઉપનામો દ્વારા વાત રજૂ કરવાને બદલે અધિકળત રીતે જવાબદાર વ્‍યક્‍તિનું નામ, હોદ્દો અને ભૂમિકા સ્‍પષ્ટ નથી થતી ત્‍યારે સામાન્‍ય લોકોમાં અલગ-અલગ અટકળો હાલ ચાલી રહી છે હાલ બોટાદ પંથકમાં આ પ્રકરણે ભારે ચર્ચા જગાવી છે

વાઘ આવ્‍યો વાઘ આવ્‍યો જેવી સ્‍થિતિ તો નથી ને?

આટકોટ, તા.૮: સમગ્ર ઘટનાક્રમને જોતા હાલ સૌથી મહત્‍વનો પ્રશ્નએ છે કે ખરેખર શું બન્‍યું? ઘટના ૧૫-૧૬ ઓગસ્‍ટની આસપાસની હોવાનું કહેવાય છે પરંતુ આશરે ૨૦ દિવસ બાદ મામલો રાજકીય રીતે કેમ ઉછળ્‍યો? આ વિલંબ પાછળનું કારણ શું છે તે પણ તપાસનો વિષય છે શું આ સમયગાળા દરમિયાન કોઈ ફરિયાદ કે આંતરિક તપાસ કરવામાં આવી હતી? શું પીડિત પક્ષે કોઈ સત્તાવાર રજૂઆત કરી હતી? શું પોલીસને અગાઉથી જાણ હતી? જો હતી તો કાર્યવાહી શું થઈ? અને જો નહોતી તો અચાનક રાજકીય સ્‍તરે આ મુદ્દો ઉઠાવવાનું કારણ શું છે? આવા સવાલોના જવાબો ગૃહ વિભાગ યોગ્‍ય અને ન્‍યાયીક તપાસ કરશે તો ધણુ બહાર આવશે.

અત્‍યાર સુધી મીટીંગો થઈ ચર્ચાઓ પણ થઈ પણ તોડ કાંડમા સામેલ લોકોના નામનો ઉલ્લેખ કેમ હજુ સુધા નથી થયો જો કે કોળી સમાજના એક આગેવાને જણાવેલ કે ટુંક સમયમા તોડ કાંડમા સામેલ લોકોના નામ જાહેર કરવામા આવશે

(2:49 PM IST)