<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

મુસ્‍લિમ યુવાન સાથે પ્રેમ લગ્ન કરનાર નેપાળી યુવતીને પતિએ ઢોર માર મારી પતાવી દીધી

ગાંધીધામના બનાવમાં હિન્‍દુ સમાજમાં આક્રોશઃ આરોપીને કડક સજાની માંગઃ આવા બનાવો સામે સમાજને સતર્ક રહેવા નેપાળી સમાજની ચેતવણી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૦: ભુજ કોર્ટ દ્વારા લવ જેહાદના કિસ્‍સામાં કચ્‍છની હિન્‍દુ યુવતીને ખોટી ઓળખ દ્વારા ફસાવનાર પુના ના મુસ્‍લિમ યુવાન જિહાદ શેખને જન્‍મટીપની સજા ફટકારતા હુકમ વચ્‍ચે કચ્‍છના ગાંધીધામમાં લવ જેહાદનો બીજો કિસ્‍સો ચર્ચામાં આવ્‍યો છે. ૧૫ વર્ષ પહેલા ૨૦૧૧ માં પરિવારની વિરુદ્ધ જઈ મુસ્‍લિમ યુવાન સુલતાન જુસબ સુમરા સાથે ભાગીને લગ્ન કરનાર નેપાળી યુવતી સોનમ સુનારના મોતના બનાવે ચકચાર સર્જી છે. ગાંધીધામના ભારતનગરમાં રહેતી સોનમ સુનારને ઘરમાં ચાલતી વખતે સ્‍લીપ થઈ પડી જવાથી ગંભીર ઇજાઓ થઈ હોવાનું જણાવી તેનો પતિ સુલતાન તેને સારવાર માટે સરકારી રામબાગ હોસ્‍પિટલમાં લઈ ગયો હતો. જોકે, મળત્‍યુ પામેલ સોનમનું પીએમ થશે એવું ફરજ પરના ડોક્‍ટરે જણાવ્‍યું હતું તેમ જ આ બનાવ અંગે પોલીસને પણ જાણ થતાં પોલીસે પણ ફોરેન્‍સિક પીએમ કરાવ્‍યું હતું. જેમાં શરીર પર ઢોર માર મારવાના નિશાનો સાથે ઇજાઓના કારણે મોત નીપજ્‍યું હોવાનું ખુલ્‍યું હતું. મોત પહેલા સોનમે પોતાના ભાઈ સંતોષને રડતા રડતા જણાવ્‍યું હતું કે તેનો પતિ સુલતાન ગુસ્‍સા વાળો છે તેને ખૂબ માર મારે છે. પરંતુ ભાઈને પોતાના ઘેર આવવાની મનાઈ કરી હતી કે જો તું ઘરે આવીશ તો મારો પતિ મને જાનથી મારી નાખશે. લવ જેહાદના આ કિસ્‍સામાં મુસ્‍લિમ પતિ દ્વારા હિન્‍દુ પત્‍નીની હત્‍યા કરવાના બનાવ બાદ ગાંધીધામ હિન્‍દુ સમાજમાં ભારે રોષની ફેલાયો છે. મળતક સોનમ ની અંતિમ ક્રિયામાં હિન્‍દુ સમાજ બહોળી સંખ્‍યામાં ઉમટી પડ્‍યો હતો. દરમ્‍યાન ગાંધીધામ નેપાળી સમાજના પ્રમુખ વિશાલ થાપાએ પોલીસની કામગીરી બિરદાવી હતી. સાથે સાથે નેપાળી સમાજે અપીલ કરી હતી કે આવા બનાવો ન બને તે માટે સમાજ સતર્ક રહે.  જ્‍યારે હિન્‍દુ સમાજના આગેવાન કિરીટ કોટકે જણાવ્‍યું હતું કે આ બનાવ ગંભીર અને ક્રૂર છે. યુવતીઓ જ્‍યારે અન્‍ય ધર્મમાં લગ્ન કરે ત્‍યારે પરિવાર તેમનો સંપર્ક તોડી નાખે છે જેના કારણે સામેવાળાને મોકો મળી જાય છે. આવા બનાવો અટકાવવા સમાજ જાગળત બને. આરોપી સુલતાન સુમરા સામે અગાઉ પાંચેક ગુના નોધાઈ ચૂકયા છે તે પટ્ટા વડે પત્‍નીને મારતો હતો.

(10:58 AM IST)