<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

ખંભાળીયાના શાકભાજીના મુસ્‍લિમ વેપારીની વિરમદળ પાસે હત્‍યા

આરીફ લાખોના સોનાના દાગીના પહેરવાનો શોખીન હતોઃ લૂંટના ઇરાદે હત્‍યા થયાનું અનુમાન

 

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૨: અહીં હજામપાડા વિસ્‍તારમાં રહેતા મુસ્‍લીમ આગેવાન તથા બકાલાના જથ્‍થાબંધ વેપારી અને સોનાના દાગીના પહેરવાના શોખીન ગમે ત્‍યારે હાથ ગળામાં ૧૫/૨૦ લાખના દાગીના પહેરીને ફરતા આરીફ ઓસમાણ લાખા (ઉ.વ.૫૪) વાળાની બોથડ પદાર્થો તથા તીક્ષણ હથિયારના ઘા થી હત્‍યા કરવાના બનાવે ભારે ચકચાર જગાવી છે.

વિગતો પ્રમાણે વીરમદળ ગામની સીમમાં મૃતક આરીફ ત્‍યાં તેની વાડી હોય ગયો હતો ત્‍યારે કોઇએ તેને માથામાં બોથડ પદાર્થો મારીને મારી નાખેલ જેની જાણ થતા ડી.વાય.એસ.પી. મીત રૂદલાલ તથા પો.ઇ. સી.આર. રાણા બનાવના સ્‍થળે પહોંચી ગયા હતા તથા લાશને પંચ રોજકામ કરી ખંભાળીયા હોસ્‍પિટલમાં ખસેડવામાં આવેલ.

ખંભાળીયા શહેરની નજીક આવો હત્‍યાનો બનાવ બન્‍યાનું જાણ થતા જિલ્લા પોલીસ વડાશ્રી જયરાજસિંહ વાળા પણ ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા તથા પોલીસ અધિકારીઓને માર્ગદર્શન આપ્‍યું હતું.

મોડી રાત્રે ડી.વાય.એસ.પી. મીત રૂદલાલે પત્રકારોને જણાવ્‍યું હતું કે, ઢગલાબંધ લાખોના સોનાના દાગીના પહેરવાના શોખીન આ પ્રોૈઢની હત્‍યા સોનાના દાગીના લૂંટ કરવાના ઇરાદે થયાનું પોલીસ માને છે તથા તે દિશામાં તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

મૃતક આરીફ ઓસમાણ ખુબ મોટું મિત્ર મંડળ ધરાવતો વ્‍યકિત હતો તથા આર્થિક રીતે સમૃધ્‍ધ લાખો રૂપિયાના દાગીના જાડી મોટી ચેઇન વીંટીયો લકકી વિ. પહેરવાનો શોખીન હતો અને મૃત્‍યુ થયુ તે સ્‍થળે દાગીનાના મળતા પોલીસે તપાસ હાથ ધરી છે. તો એક શકમંદ તથા અન્‍ય એક બે વ્‍યકિતના પોલીસને પટાંરાયણ મળ્‍યા છે.

તથા મૃતકની લાશ મળી તેની આસપાસના રહીશો લોહીવાળા, મૃતકના મોબાઇલ પર છેલ્લે આવેલા કોલ ડીટેઇલ તથા તેના કુટુંબીજનો મિત્રોને રાત્રે તે કોની સાથે ફરવા જવા નીકળેલો તે અંગે પણ તપાસ હાથ ધરી છે. તથા પોલીસને પગરું પણ મળ્‍યું હોય થોડા સમયમાં હત્‍યાનો ભેદ ઉકેલાય જાય તેવી સંભાવના મનાય છે.

મોટી સંખ્‍યામાં લોકો હોસ્‍પિટલે પણ ઉમટી પડયા હતા તથા ખંભાળીયામાં એક સ્‍થળે પોલીસે બંદોબસ્‍ત પણ ગોઠવ્‍યાનું બહાર આવ્‍યું છે. મૃતક કદાવર અને સશકત હોય એક વ્‍યકિતનું કામ ના હોવાનું પણ પોલીસનું માનવું છે.

ફોરેન્‍સીક પોસ્‍ટમોર્ટમ

માટે જામનગર મોકલાયો

મૃતક આરીફના મૃતદેહને મોડી રાત્રે જામનગર જી. જી. હોસ્‍પિટલમાં ફોરેન્‍સીક તથા પેનલ પી. એમ. માટે મોકલવામાં આવ્‍યો છે. મૃતક કંઇ રીતે કયાં હથિયારથી મૃત્‍યુ પામ્‍યો કંઇ રીતે તેનું ફોરેન્‍સીક પી. એમ. કરાવવું જરૂરી હોય જામનગર મોકલાયો છે.

 

(11:14 AM IST)