તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Monday, 23rd November 2026
બાબરામા મહિલાની હત્યા : ભોગ બનનાર મૃતકના પતિ અને પુત્રએ પોતાના વતનમાં દવા પી આપઘાત કર્યો : જુઓ વિડીયો
નાના બસ સ્ટેન્ડ નજીક ખોજા ખાના શેરીમાં મહિલા સહિત ત્રણના મોતના સમાચારથી પંથકમાં અરેરાટી : રહસ્ય અકબંધ

(દિપક કનૈયા દ્વારા)બાબરા તા.૨૩ : બાબરા શહેરના નાના બસ સ્ટેન્ડ પાસે આવેલી ખોજા ખાના શેરીમાં એક મહિલાની હત્યા થયાની ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. મૃતક મહિલાની ઓળખ શારદાબેન વિનોદભાઈ ગોહિલ (ઉંમર આશરે ૪૦ વર્ષ) તરીકે થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાથમિક અહેવાલો મુજબ, મહિલાની હત્યાની ઘટના બાદ મૃતકના પતિ અને પુત્રએ પોતાના વતનમાં દવા પી આપઘાત કર્યો હોવાના સમાચાર પણ વહેતા થયા છે. જોકે, આ બંને ઘટનાઓ વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ ? તે અંગે હાલ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હત્યા પાછળનું કારણ શું છે ? ઘટનામાં કોણ સંડોવાયેલું છે ? તેમજ પિતા-પુત્રના આપઘાતના સમાચાર સાથે આ ઘટનાનો કોઈ સંબંધ છે કે કેમ ? તે સહિતના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ કરી રહી છે.
એક જ ઘટનાને લઈને હત્યા અને પિતા-પુત્રના મોતના સમાચાર વહેતા થતાં બાબરા શહેર સહિત સમગ્ર પંથકમાં અરેરાટી અને ચિતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બનાવ હાલ સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
હત્યાની ઘટના પાછળનું રહસ્ય શું છે અને સમગ્ર ઘટનાક્રમમાં કઈ કડીઓ જોડાયેલી છે તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
