<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

પાટણવાવના મોટી મારડ ગામમાં વાડીમાં સૂતેલા નવદંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો : દાહોદના રહેવાસી આરોપી સુરેશ બારીયાની ધરપકડ

આરોપી સુરેશ બારીયા છેલ્લા ત્રણ વર્ષથી મૃતક મહિલા સાથે પ્રેમ સંબંધમાં હતો પારિવારિક કારણોસર મૃતક મહિલાના અન્ય યુવક સાથે લગ્ન થતાં તેણે આરોપી સાથે સંબંધ તોડી નાખ્યો : આ બાબતની અદાવતમાં વાડીમાં સુતેલા નવદંપતિને જોઈને આરોપી ઉશ્કેરાઈ ગયો

રાજકોટ જિલ્લાના પાટણવાવ તાલુકામાં પ્રેમમાં નિષ્ફળતા અને પછી લોહિયાળ બદલા અંગેના મર્ડર કેસને પોલીસે ઉકેલી કાઢ્યો છે.  મોટી મારડ ગામમાં 13 જુલાઈની રાત્રે વાડીમાં સૂતેલા નવદંપતીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. જે મામલે તપાસમાં સામે આવ્યું છે કે સમગ્ર ઘટનાના મૂળમાં પ્રેમ સંબંધ અને બદલો હતો. આરોપી સુરેશ બારીયા છેલ્લા ત્રણ વર્ષથી મૃતક મહિલા સાથે પ્રેમ સંબંધમાં હતો અને બંને લગ્ન કરવા માંગતા હતા. પરંતુ પારિવારિક કારણોસર મૃતક મહિલાના અન્ય યુવક સાથે લગ્ન થતાં તેણે આરોપી સાથે સંબંધ તોડી નાખ્યો હતો. જે બાબતની અદાવત રાખીને વાડીમાં સુતેલા નવદંપતિને જોઈને આરોપી ઉશ્કેરાઈ ગયો અને બંનેની હત્યા કરી નાખી. ત્યારે હાલ પોલીસે દાહોદના રહેવાસી આરોપી સુરેશ બારીયાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

(5:02 PM IST)